દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર! રિષભ પંતની ફિટનેસ મેચ રમવા લાયક નથી
IPL 2024ની પ્રથમ મેચ 22 માર્ચના રોજ રમાનાર છે
Image:File Photo |
Rishabh Pant Comeback : IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતની વાપસીને લઈને સતત અટકળો ચાલી રહી હતી. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પંત IPL 2024ની સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હશે. પરંતુ હવે રિષભ પંત સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળેલા અહેવાલો મુજબ રિષભ પંતને નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ક્લિયરન્સ મળ્યું નથી. આ સમાચાર દિલ્હી કેપિટલ્સનું ટેન્શન વધારી શકે છે.
દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર આવ્યા સામે
મળેલા અહેવાલો મુજબ નેશનલ ક્રિકેટ એકેડમીના નિષ્ણાતોનું માનવું છે કે રિષભ પંતની ફિટનેસ મેચ રમવા માટે યોગ્ય નથી. જયારે દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટે આ મુદ્દે કહ્યું કે તેમની પાસે આ વિશે વધુ માહિતી નથી. પરંતુ જે પ્રકારના સમાચાર બહાર આવી રહ્યા છે તે દિલ્હી કેપિટલ્સ માટે સારા નથી.
IPL 2024ની શરૂઆત પહેલા વાપસી કરશે!
તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું હતું કે રિષભ પંત અમારી ટીમનો કેપ્ટન રહેશે. આ પછી સતત એવી અટકળો ચાલી રહી હતી કે પંત IPL 2024ની શરૂઆત પહેલા વાપસી કરશે. પંત આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સની જર્સીમાં મેદાનમાં જોવા મળશે, પરંતુ હવે દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટ અને ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. જો કે હજુ સુધી આ મુદ્દે સત્તાવાર માહિતી સામે આવી નથી. તેથી આ સિઝનમાં રિષભ પંતના રમવા પર સસ્પેન્સ છે.