આઉટ કે નોટઆઉટ? રિષભ પંતની વિકેટ પર થયો હોબાળો, શું અમ્પાયરે કરી મોટી ભૂલ?
Rishabh Pant Was Controversially Given Out By Umpire : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની છેલ્લી અને ત્રીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતને 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને જીતવા માટે 147 રનનું લક્ષ્ય મળ્યું હતું. પરંતુ તે માત્ર 121 રન જ બનાવી શકી હતી.
પંત વિવાદાસ્પદ રીતે આઉટ થયો
આ મેચમાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. પંતે 57 બોલમાં 64 રન બનાવ્યા હતા. જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. પરંતુ પંત વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. 22મી ઓવરમાં પંત એજાઝ પટેલના બોલ પર વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે કેચ આઉટ જાહેર થયો હતો. પરંતુ મેદાન પરના અમ્પાયરે પંતને આઉટ આપ્યો ન હતો.
શું બોલ બેટ સાથે અથડાયો?
આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે રીવ્યુ માંગી DRS વિક્પ્લનો ઉપયોગ કર્યી હતો. અલ્ટ્રાએજમાં સ્પાઇક જોવા મળી હતી. પરંતુ એ સ્પષ્ટ ન હતું કે તે બોલ બેટને અથડાવાને કારણે કે બેટ પેડ સાથે અથડાવાને કારણે જોવા મળી હતી. જો કે થર્ડ અમ્પાયર પોલ રાઈફલનું માનવું હતું કે બોલ સીધો બેટ સાથે અથડાયો હતો. જેથી તેણે પંતને આઉટ જાહેર કર્યો હતો.
સુનીલ ગાવસ્કરે પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા
આઉટ થવાથી પંત ખૂબ જ નિરાશ થયો હતો. અને તેણે મેદાન પરના અમ્પાયર સાથે વાતચીત કરી હતી. પંત ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને જણાવી રહ્યો હતો કે, બોલ મારા બેટ સાથે અથડાયો નથી. સુનીલ ગાવસ્કરે પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.