રિષભ પંતની વાપસીની તારીખ આવી સામે, સૌરવ ગાંગુલીએ કર્યો દાવો

વર્ષ 2022ના અંતમાં રિષભ પંતનો કાર અકસ્માત થયો હતો

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
રિષભ પંતની વાપસીની તારીખ આવી સામે, સૌરવ ગાંગુલીએ કર્યો દાવો 1 - image
Image:File Photo

Rishabh Pant Return : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટર રિષભ પંતની વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હવે ફેન્સની આ રાહનો અંત આવવાનો છે. કારણ કે હવે સૌરવ ગાંગુલીએ પંતની વાપસીને લઈને મોટો દાવો કર્યો છે. જે બાદ ચાહકોના ચહેરા પણ ચમકી ઉઠ્યા છે. બીજી તરફ, પંત પણ તેની વાપસીને લઈને તેની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે. હાલમાં રિષભ પંત નેશનલ ક્રિકેટ એકેડમીમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહ્યો છે.

આ તારીખે પાછો ફરશે પંત

દિલ્હી કેપિટલ્સ ટીમના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ રિષભ પંતની વાપસી અંગે જણાવ્યું કે, “પંતે પોતાને ફિટ રાખવા માટે જે કરવું જોઈતું હતું તે બધું કર્યું છે. જે બાદ નેશનલ ક્રિકેટ એકેડમી જલ્દી જ પંતને ફિટ જાહેર કરી શકે છે. અમને આશા છે કે નેશનલ ક્રિકેટ એકેડમી 5 માર્ચે પંતને ક્રિકેટ રમવાની મંજૂરી આપશે. જે બાદ અમે કેપ્ટનશિપ વિશે વાત કરીશું. અમે પંત પ્રત્યે બેદરકાર રહેવા માંગતા નથી, અમે તેના પ્રત્યે ખૂબ જ સાવધ છીએ.”

શરૂઆતની મેચમાં નહીં કરે વિકેટકીપિંગ

મળેલા અહેવાલો મુજબ IPL 2024ની શરૂઆતની મેચમાં રિષભ પંત વિકેટકીપિંગ નહીં કરે. પરંતુ એક બેટર તરીકે રમશે. NCA પાસેથી મંજૂરી મળ્યા બાદ પંત 5 માર્ચે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાશે. IPL 2024માં એકવાર ફરી પંત દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળતો દેખાશે. ઈજાના કારણે પંત IPL 2023ની સિઝનથી બહાર થઇ ગયો હતો, જે બાદ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ ડેવિડ વોર્નરને સોંપવામાં આવી હતી.

રિષભ પંતની વાપસીની તારીખ આવી સામે, સૌરવ ગાંગુલીએ કર્યો દાવો 2 - image


Google NewsGoogle News