Get The App

ટેસ્ટ રેન્કિંગમાં આ દિગ્ગજ ભારતીય બેટરે કોહલીને પાછળ છોડ્યો, બોલર બુમરાહ ટોપ પર

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
ટેસ્ટ રેન્કિંગમાં આ દિગ્ગજ ભારતીય બેટરે કોહલીને પાછળ છોડ્યો, બોલર બુમરાહ ટોપ પર 1 - image

Rishabh Pant Overtakes Virat Kohli In ICC Test Ranking : તાજેતરમાં ICCએ જાહેર કરેલી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમનો બેટર અને વિકેટકીપર રિષભ પંતે દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. પંતે કોહલીને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટના બેટરોની યાદીમાં છઠું સ્થાન હાંસલ કરી લીધું હતું. પંતે પોઈન્ટ ટેબલમાં 3  સ્થાનની છલાંગ લગાવી છે.

ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં 70 રન કરનાર વિરાટ કોહલીએ બેટરોની રેન્કિંગમાં હવે આઠમાં સ્થાને આવી ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર યશસ્વી જયસ્વાલ ટેસ્ટ બેટરોની રેન્કિંગમાં ચોથા સ્થાને છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા બે સ્થાન બદલીને શ્રીલંકાના દુમીથ કરુણારત્ને સાથે સયુંકત રીતે 15માં સ્થાન પર છે. હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલો ઇંગ્લેન્ડ ટીમનો બેટર જો યાદીમાં ટોચના સ્થાને રહીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

આ યાદીમાં ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને ડેવોન કોન્વેએ અદ્ભુત છલાંગ લગાવી છે. રચિને 36માં સ્થાનથી છલાંગ લગાવીને 18મુ સ્થાન અને કોન્વેએ 12 સ્થાનની છલાંગ લગાવીને 36મું સ્થાન હાંસલ કર્યું હતું. જયારે બોલરોની વર્ગમાં ન્યૂઝીલેન્ડના મેટ હેનરી 9માં સ્થાને પહોંચી ગયો છે. જે તેના કારકિર્દીનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. હેનરીએ ભારત સામે પહેલી ટેસ્ટમાં 8 વિકેટ ઝડપી હતી. આ સિવાય ન્યૂઝીલેન્ડ ટીમનો બોલર વિલીયમ્સ ઓર્કે પણ 2 સ્થાનનો સુધારો કરીને 39માં સ્થાને પહોંચી ગયો છે. તેણે પહેલી ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી હતી. 

આ પણ વાંચો : રોહિત, પ્લીઝ યાર...', ફેન ગર્લની રિક્વેસ્ટ પર 'હિટમેન' જે કર્યું તેનો VIDEO થયો વાઈરલ        

પાકિસ્તનાનો સ્પીનર નોમન અલી ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં 11 વિકેટ ઝડપીને 17માં સ્થાન પર છે. જ્યારે સાજીદ ખાન 22 સ્થાનનો સુધારો કરીને 50માં સ્થાને પહોંચી ગયો છે. સાજીદને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ અપાયો હતો. આ સિવાય ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આ યાદીમાં ટોચના સ્થાને છે. જયારે બીજા સ્થાન પર સ્પીનર આર. અશ્વિન સ્થાન ધરાવે છે. જયારે રવીન્દ્ર જાડેજા આ યાદીમાં ટોપ-10માં સ્થાન ધરાવે છે.  

ટેસ્ટ રેન્કિંગમાં આ દિગ્ગજ ભારતીય બેટરે કોહલીને પાછળ છોડ્યો, બોલર બુમરાહ ટોપ પર 2 - image


Google NewsGoogle News