Get The App

લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન અંગે ચોંકાવનારું અપડેટ, ઋષભ પંત નહીં પરંતુ આ ખેલાડીને મળી શકે છે LSGની કમાન

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન અંગે ચોંકાવનારું અપડેટ, ઋષભ પંત નહીં પરંતુ આ ખેલાડીને મળી શકે છે LSGની કમાન 1 - image


IPL 2025 LSG Captain: IPL 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ ખૂબ જ અલગ નજર આવશે. ટીમે 2025 માટે યોજાયેલા મેગા ઓક્શનમાં ઋષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા ટીમે 2024 સુધી નિયમિત કેપ્ટન કેએલ રાહુલને રિલીઝ કરી દીધો હતો. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, 2025માં લખનઉનો કેપ્ટન કોણ હશે? ચાહકો આશા લગાવીને બેઠા છે કે, પંતને કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ કદાચ આવું નહીં થશે.

ચાહકોનું એવું માનવું સ્વાભાવિક છે કે, પંતને કેપ્ટન બનાવવામાં આવશે. સૌથી પહેલા પંતને મોટી રકમ ચૂકવીને ખરીદ્યો, ત્યાર બાદ તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો. આ ઉપરાંત પંત પાસે IPLની કેપ્ટનશીપનો સારો અનુભવ પણ છે. પંતે દિલ્હી કેપિટલ્સ માટે ઘણી કેપ્ટનશીપ કરી છે. તો ચાલો જાણીએ કે પંત સિવાય કોણ હશે લખનઉનો કેપ્ટન. 

પંત સિવાય કોણ હશે LSGનો કેપ્ટન?

મીડિયા અહેવાલ પ્રમાણે ઋષભ પંત નહીં પરંતુ વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરનને લખનઉનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પૂરનને લખનઉએ 21 કરોડ રૂપિયાની કિંમતમાં રિટેન કર્યો હતો. પૂરને KL રાહુલની ગેરહાજરીમાં IPL 2024ની અંદર ઘણી વખત લખનઉની કેપ્ટનશીપ કરી છે. પૂરન IPL 2024માં લખનઉનો વાઈસ કેપ્ટન હતો. તેથી લખનઉની ટીમ પૂરનને કેપ્ટન બનાવી શકે છે. જોકે, પૂરન કે પંતના કેપ્ટન બનવાની સત્તાવાર માહિતી હજુ નથી આવી.

 આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ પણ WTCમાં પહોંચશે ભારત? જાણો આખુ સમીકરણ

નિકોલસ પૂરનનું IPL કરિયર

પૂરને 2019થી આઈપીએલ રમવાની શરૂઆત કરી હતી. તેણે પંજાબ કિંગ્સ માટે રમતા ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 2022માં તે સનરાઈઝર્સ હૈદરાબાદનો હિસ્સો રહ્યો હતો. ત્યારબાદ 2023થી તે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે છે. પૂરને અત્યાર સુધીમાં 76 આઈપીએલ મેચ રમી છે. આ મેચોની 73 ઈનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 32.16ની એવરેજ અને 162.29ની સ્ટ્રાઇક રેટથી 1769 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 અડધી સદી ફટકારી છે, જેમાં હાઈ સ્કોર 77 રનનો રહ્યો છે.


Google NewsGoogle News