ના હોય! પંત દિલ્હી કેપિટલ્સનો સાથ છોડશે? IPLની સૌથી ધુરંધર ટીમમાં જોડાશે!
File Photo |
Rishabh Pant Likely to Leave Delhi Capitals: ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટ કીપર અને આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન રિષભ પંતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર રિષભ પંત 2025ના આઈપીએલ પહેલા દિલ્હી કેપિટલ્સ છોડી એમએસ ધોનીના નેતૃત્વ વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં સામેલ થઇ શકે છે.
મેનેજમેન્ટ રિષભના પ્રદર્શનથી ખુશ નથી
આ સમાચાર સામે આવ્યા બાદ દિલ્હી કેપિટલ્સે રિષભ પંતનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને લખ્યું કે, ઓળખો કોન? ત્યારે ચાહકોનું માનવું છે કે, એવું લાગી રહ્યું છે કે દિલ્હીએ આ અફવા ફેલાયા બાદ પોસ્ટ કરી છે. જો કે બીજી તરફ ટીમના ડાયરેકટર સૌરવ ગાંગુલી ઈચ્છે છે કે પંત ટીમમાં રહે, પરંતુ મેનેજમેન્ટ તેની કેપ્ટનશીપ અને પ્રદર્શનથી ખુશ નથી.
આ પણ વાંચો: બાપ કરતાં દીકરો સવાયો! ક્રિકેટર એન્ડ્રુ ફલિન્ટોફના દીકરાએ 16 વર્ષની ઉંમરે રચ્યો ઇતિહાસ
પંત ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી શકે છે
મીડિયા અહેવાલ અનુસાર જો રિષભ પંત દિલ્હી કેપિટલ્સને છોડશે તો તેની આગામી આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ બની શકે છે. ચેન્નાઈ તરફથી રમી રહેલા દિગ્ગજ બેટર અને ટીમના વિકેટ કીપર એમએસ ધોની ગમે ત્યારે નિવૃત્તિ લઈ શકે છે. એવું મનાઈ રહ્યું છે કે ધોની તેની છેલ્લી આઈપીએલ સીઝન 2024માં રમી ચૂક્યો છે. આ સ્થિતિમાં ચેન્નાઈને વિકેટ કીપરની જરૂર પડશે જે ધોનીનું સ્થાન લઈ શકે. એ પરિસ્થિતિને જોતા રિષભ પંત ટીમ માટે શ્રેષ્ટ વિકલ્પ સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો: તમારામાં તાકાત હોય તો...: સાનિયા સાથે લગ્નની અફવા પર ગુસ્સે થયો મોહમ્મદ શમી
પંતની આઈપીએલ કારકિર્દી
રિષભ પંતે 2016માં દિલ્લી કેપિટલ્સ તરફથી રમીને આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું. આઈપીએલમાં પંતે 2016 થી 2024 સુધીમાં કુલ 111 મેચ રમી છે, જેમાં તેણે 148ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 3284 રન બનાવ્યા છે. જેમાં તેની 1 સદી અને 18 અડધીનો સમાવેશ થાય છે. આ સિવાય તેને કેપ્ટનશિપનો પણ સારો અનુભવ છે. તેના નેતૃત્વમાં 2021માં દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ સુધી પહોંચી હતી.