ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીથી કેપ્ટન્સી છીનવશે દિલ્હી કેપિટલ્સ? ગુજ્જુને ચાન્સ મળવાની ચર્ચા
IPL 2025 Rishabh Pant Captainship: IPL 2025ના મેગા ઓક્શન અને રિટેન્શન પહેલાં દિલ્હી કેપિટલ્સમાં મોટા ફેરફાર થવાના અહેવાલો મળ્યા છે. આઈપીએલ 2024માં ટીમનો કેપ્ટન રહેલો ઋષભ પંતને આગામી આઈપીએલમાં કેપ્ટનશીપ કરવાની તક મળશે નહીં.
ઉલ્લેખનીય છે, દિલ્હી કેપિટલ્સના બે માલિક બંને બે-બે વર્ષ માટે ટીમનું સંચાલન કરે છે. જેના લીધે ઘણા નિર્ણયોમાં વારંવાર ફેરફાર કરવામાં આવે છે. અહેવાલ અનુસાર, દિલ્હી કેપિટલ્સના ઋષભ પંતને સૌથી વધુ કિંમત પર ટીમમાં જાળવી રાખશે પરંતુ કેપ્ટનશીપ છીનવી લેશે. આગામી સિઝનમાં દિલ્હી તરફથી નવો કેપ્ટન જાહેર કરવામાં આવશે.
18 કરોડમાં રિટેન કરાશે
ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સ 18 કરોડમાં રિટેન કરી શકે છે. પરંતુ કેપ્ટનશીપની જવાબદારી અક્ષર પટેલને સોંપી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, દિલ્હી કેપિટલ્સ નવા કેપ્ટન તરીકે અક્ષર પટેલ પર દાવ રમી શકે છે. પંત દિલ્હી માટે ટોપ રિટેન્શન પર છે. પરંતુ લીડરશીપ ગ્રુપનું માનવુ છે કે, તે કેપ્ટનશીપના પ્રેશર વિના સારૂ રમી શકે છે.
શ્રૈયસ અય્યરની કેપ્ટનશીપમાં ફાઈનલમાં
આઈપીએલ સિરિઝની પ્રથમ ટ્રોફીની રાહ જોઈ રહેલી દિલ્હીની ટીમ 2021માં ફાઈનલમાં રમી હતી. તે સમયે શ્રેયસ અય્યર કેપ્ટન હતાં. 2022માં અય્યર ઈજાગ્રસ્ત થતાં પંતને ફરી દિલ્હીની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. 2023માં પંતનો કાર અકસ્માત થતાં તે રમી શક્યો ન હતો. 2024માં ફરી તેને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી અને તેના નેતૃત્વ હેઠળ ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી.