Get The App

ખુશખબર! જબરદસ્ત બાઉન્સ બેક કરવા માટે તૈયાર રિષભ પંત, રિકવરીનો લેટેસ્ટ વીડિયો કર્યો શેર

રિષભ પંતની કારને 30 ડિસેમ્બર 2022ના રોજ ખૂબ જ ખતરનાક અકસ્માત નડ્યો હતો

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
ખુશખબર! જબરદસ્ત બાઉન્સ બેક કરવા માટે તૈયાર રિષભ પંત, રિકવરીનો લેટેસ્ટ વીડિયો કર્યો શેર 1 - image
Image:File Photo

Rishabh Pant Fitness Update : ભારતીય ક્રિકેટ ટીમનો યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે તેના ફિટનેસને લઈને મોટું અપડેટ આપ્યું છે. જેને જાણીને તેના ફેન્સ ખુશ થઇ જશે. પંતની ફિટનેસ જોઇને લાગે છે કે તે ટૂંક સમયમાં જ ક્રિકેટમાં પરત ફરી શકે છે અને 2024 શરુ થતા થતા ફરી એકવાર ક્રિકેટના મેદાન માં જોવા મળશે. પંતે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની ફિટનેસ અંગે અપડેટ આપી રહ્યો છે.

પંતે શેર કર્યો ફિટનેસ વીડિયો

રિષભ પંત 2023માં ક્રિકેટથી દૂર રહ્યો હતો. અકસ્માતના કારણે તેણે ભારતમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ, IPL 2023, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, એશિયા કપ અને ODI World Cup 2023 પણ ચૂકી જવું પડ્યું હતું, પરંતુ હવે પંતના લેટેસ્ટ ફિટનેસ વીડિયોને જોઈને લાગે છે કે તે બહુ જલ્દી ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ ફિટનેસ વીડિયોમાં પંત જીમમાં સખત મહેનત કરતો જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં પંતે લખ્યું છે કે, 'હું બાઉન્સ બેક કરી રહ્યો છું'. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પંતની કારને ખતરનાક અકસ્માત નડ્યો હતો

રિષભ પંતની કારને 30 ડિસેમ્બર 2022ના રોજ ખૂબ જ ખતરનાક અકસ્માત નડ્યો હતો, જેમાં રિષભ પંત ખરાબ રીતે ઘાયલ થયા હતા. શરૂઆતમાં એવું લાગતું હતું કે પંત માટે ક્રિકેટમાં વાપસી કરવી મુશ્કેલ હશે, પરંતુ માત્ર એક વર્ષમાં જ તેણે ક્રિકેટમાં પુનરાગમન કરવા માટે પોતાને સક્ષમ બનાવી દીધો છે.

ખુશખબર! જબરદસ્ત બાઉન્સ બેક કરવા માટે તૈયાર રિષભ પંત, રિકવરીનો લેટેસ્ટ વીડિયો કર્યો શેર 2 - image


Google NewsGoogle News