IND vs NZ: ચાલુ મેચમાં ઈજાગ્રસ્ત થયો ઋષભ પંત, સપોર્ટ સ્ટાફના સહારે મેદાનથી બહાર લઈ જવાયો
India vs New Zealand Test Match : ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઋષભ પંતને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે. જેના કારણે તેને મેચની વચ્ચે જ મેદાન છોડવું પડ્યું છે. વિકેટ કીપિંગ કરી રહેલા પંતને જાડેજાનો બોલ ઘૂંટણમાં વાગ્યો હતો. ત્યારબાદ તેને સખત પીડા થઈ હતી.
આ દરમિયાન મેદાનમાં ફિજીયોની ટીમ પણ દોડી આવી હતી. પંતને ઉભા રહેવામાં પણ મુશ્કેલી પડી હતી. છેવટે વધુ દુઃખાવો થતો હોવાના કારણે પંતે મેદાન છોડવું પડ્યું હતું. ગંભીર ઈજાના કારણે પંતે મેદાન છોડ્યા બાદ તેના સ્થાને વિકેટ કિપર તરીકે ધ્રુવ જુરેલને બોલાવાયો છે.
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું
રિષભ પંતે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું છે. પંત ટી20 વર્લ્ડ કપ 2024માં ઈજામાંથી પરત ફર્યો હતો. પરંતુ માત્ર 3 મહિના બાદ પંતને લઈને ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. ભારતે આવતા મહિને ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવો છે જ્યાં પંત ટીમનો ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પંત કેટલો સમય મેદાનથી દૂર રહે છે. રોહિત અને કંપની ન્યુઝીલેન્ડ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું
પંતને ઈજા થતા ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું છે. અકસ્માત બાદ પંત T20 વર્લ્ડ કપ 2024થી પરત ફર્યો છે. જોકે માત્ર 3 મહિના બાદ પંતને ઈજા થતા ફરી ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે. ભારતે આવતા મહિને ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવો છે, જ્યાં પંત ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. હવે એ જોવાનું રહેશે કે, પંત કેટલો સમય મેદાનથી દૂર રહે છે.
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાનો ધબડકો, 46 રન પર ઓલઆઉટ
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના બેટર્સનો ફ્લોપ શો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 46 રનના સ્કોર પર તમામ 10 વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિન એમ 5 બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયા તરફથી માત્ર જયસ્વાલ અને પંત ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યા હતા. ભારતે આ સાથે એશિયામાં ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા નોંધાવેલો સૌથી નાનો ટીમ સ્કોર નોંધાવ્યો હતો. અગાઉ 1986માં વેસ્ટ ઈન્ડિઝે ફૈઝલાબાદમાં પાકિસ્તાન સામે 53 રન નોંધાવ્યા હતા.