Get The App

બે વર્ષ બાદ વાપસી અને આવતાવેંત સદી: ઋષભ પંતે ધોનીની કરી બરાબરી

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
બે વર્ષ બાદ વાપસી અને આવતાવેંત સદી: ઋષભ પંતે ધોનીની કરી બરાબરી 1 - image

Rishabh Pant : ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પહેલી ઇનિંગમાં અશ્વિન અને ઋષભ પંતે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. 

લગભગ 2 વર્ષ બાદ ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. ત્યારે હવે પંત કેવું પ્રદર્શન કરશે તેણે લઈને બધાને શંકા હતી. પહેલી ઇનિંગમાં પંત કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો, પરંતુ બીજી ઇનિંગમાં તોફાની બેટિંગ કરી પંતે સદી ફટકારીને શાનદાર વાપસી કરી હતી.

ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડીયમમાં રમાઈ રહેલી મેચની બીજી ઈનિંગમાં પંતે 128 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન પંતે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પંતે ટેસ્ટ ક્રિકેટમાં આ સદી 634 દિવસ પછી કરી છે. 58 ટેસ્ટ ઇનિંગ્સમાં પંતની આ છઠ્ઠી સદી છે. આ પહેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી ફટકારી હતી. ધોનીએ 144 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી હતી. હવે પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપરની યાદીમાં તેણે ધોનીની બરાબરી કરી લીધી છે.

આ પણ વાંચોઃ જયસ્વાલની વધુ એક 'યશસ્વી' સિદ્ધિ, ગાવસ્કરનો 51 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત, હવે આ મામલે પહેલો ભારતીય

બીજી ઇનિંગમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા દિવસે ભારત પાસે 500થી વધુ રનની લીડ છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશ માટે જીતનો માર્ગ ઘણો મુશ્કેલભર્યો રહેશે. અગાઉની પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બે વર્ષ બાદ વાપસી અને આવતાવેંત સદી: ઋષભ પંતે ધોનીની કરી બરાબરી 2 - image



Google NewsGoogle News