દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, ડેવિડ વોર્નરની જગ્યાએ નવા કેપ્ટનની પસંદગી
Rishabh Pant captain of Delhi Capitals: IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 શરૂ થવામાં હવે માત્ર બે જ દિવસ બાકી છે. ત્યારે ટીમે તેના કેપ્ટનના નામની જાહેરાત કરી છે. IPL 2024માં ડેવિડ વોર્નરની જગ્યાએ ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 2022માં દિલ્હી-દહેરાદૂન હાઇવે પર તેનું ભયાનક રોડ એકસીડન્ટ થયું હોવાથી તે લગભગ 14 મહિનાથી પ્રોફેશનલ ક્રિકેટથી દૂર છે. ત્યારબાદ લાંબા સમયની સારવાર પછી તેને NCA તરફથી IPLમાં રમવાની પરવાનગી મળી છે.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે રિષભને આવકારીએ છીએ
દિલ્હી કેપિટલ્સના ચેરમેન પાર્થ જિંદાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે રિષભને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે આવકારતા ખુશ છીએ. તેણે ધીરજ અને નિર્ભયતા બતાવી છે. નવી સિઝનની નવા જોશ અને ઉત્સાહ સાથે રાહ જોવાઈ રહી છે. હું તેને ફરી એકવાર દિલ્હી કેપિટલ્સને મેદાનમાં લઈ જવા માટે રાહ જોઈ શકતો નથી."
Grit. Determination. Believe. Rishabh Pant 🫶
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2024
🔙 to 🏏 and 🔙 as our ℂ𝔸ℙ𝕋𝔸𝕀ℕ 💙#YehHaiNayiDilli #IPL2024 #RishabhPant pic.twitter.com/wZydHBPudP
23 માર્ચે પંજાબ કિંગ્સ સામે મેચ
બોર્ડે મેડિકલ અપડેટમાં જણાવ્યું હતું કે 30 ડિસેમ્બર, 2022ના રોજ રોડ એકસીડન્ટના 14 મહિના બાદ રિષભ પંતને IPL 2024 માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ મેચ 23 માર્ચે ચંદીગઢમાં પંજાબ કિંગ્સ સામે રમશે.
IPL 2024ની દિલ્હી કેપિટલ્સની સ્કવોડ
ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ વોર્નર, પૃથ્વી શો, સ્વસ્તિક ચિકારા, યશ ધુલ, અક્ષર પટેલ, જેક ફ્રેઝર મેકગર્ક, લલિત યાદવ, મિશેલ માર્શ, સુમિત કુમાર, અભિષેક પોરેલ, કુમાર કુશાગરા, રિકી ભુઈ, શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, એનરિક નારખિયા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, ઝાય રિચર્ડસન, ખલીલ અહેમદ, પ્રવીણ દુબે, રસિક દાર અને વિકી ઓસ્તવાલ.