T20 વર્લ્ડ કપ 2024 માટે ફિનિશરની શોધમાં ટીમ ઈન્ડિયા, આ ધુરંધર જગ્યા ભરવા માટે છે પરફેક્ટ
ગુજરાત ટાઈટન્સ સામે IPL 2023ની એક મેચ દરમિયાન તેણે સતત 5 છગ્ગા ફટકાર્યા હતા
Image:FilePhoto |
T20I World Cup 2024 : વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં 4 જૂનથી 30 જૂન દરમિયાન T20I World Cup 2024 રમાશે. આ T20I World Cup માટે ભારતીય મેનેજમેન્ટ આગલા ફિનિશર તરીકે રિન્કુ સિંહને તૈયાર કરી શકે છે. આ ધુરંધર ભારતીય ટીમમાં ફિનિશરની જગ્યા ભરવા માટે પરફેક્ટ છે. તે ભારત માટે T20I World Cup 2024માં સાતમાં નંબરે બેટિંગ માટે યોગ્ય વિકલ્પ છે.
રિન્કુ સિંહનું ક્રિકેટિંગ કરિયર
રિન્કુ સિંહે ભારત માટે 5 T20I મેચ રમી છે. જેમાં તેણે 208.33ના સ્ટ્રાઈક રેટથી 75 રન બનાવ્યા છે. રિન્કુ સિંહની વિસ્ફોટક બેટિંગ જોઈ સૌ આશા કરી રહ્યા છે કે તે T20I World Cup 2024માં પણ આવ્યું જ પ્રદર્શન કરશે. IPL 2023માં રિન્કુએ 14 મેચમાં 474 રન બનાવ્યા હતા. તેને KKR ટીમે વર્ષ 2018માં 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે ઉત્તર પ્રદેશ માટે 42 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3007 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 19 ફિફ્ટી સામેલ છે.
ગુજરાત ટાઈટન્સ સામે સતત 5 છગ્ગા ફટકાર્યા હતા
રિન્કુ સિંહે 55 લીસ્ટ A મેચોમાં 1844 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 17 ફિફ્ટી સામેલ છે. રિન્કુ સિંહે તેની તાબડતોડ બેટિંગથી IPL 2023માં ધમાલ મચાવી દીધી હતી. જેના કારણે BCCIએ તેને ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા આપી હતી. રિન્કુ સિંહે IPL 2023માં ગુજરાત ટાઈટન્સ સામે એક મેચમાં અંતિમ ઓવરમાં સતત 5 છગ્ગા ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવી હતી.