Get The App

નવો 'કપિલ દેવ'... 9000 રન અને 600 વિકેટ લેનારા એવો ભારતીય ખેલાડી જેની ચર્ચા જ ક્યાં નથી થતી!

પહેલા IPL અને પછી ભારતીય ક્રિકેટ ટીમમાં ધૂમ મચાવનાર ખેલાડી રિંકુ સિંહે પોતાના વિશે કર્યા કેટલાક મહત્વના ખુલાસા

તેણે જણાવ્યું હતું કે તેને મેદાનની બહાર શું ગમે છે

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
નવો 'કપિલ દેવ'... 9000 રન અને 600 વિકેટ લેનારા એવો ભારતીય ખેલાડી જેની ચર્ચા જ ક્યાં નથી થતી! 1 - image


Rinku Singh: IPLમાં ધમાલ મચાવ્યા બાદ રિંકુ સિંહને ભારતીય ટીમમાં તક મળતા ત્યાં પણ તેણે પોતાનું નામ રોશન કર્યું. રિંકુ સિંહના આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર પ્રદર્શનના કારણે તેને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાનો મોકો પણ મળ્યો છે. જેમાં માટે તે આવનારા મુશ્કેલ પડકાર માટે પોતાને તૈયાર કરી રહ્યો છે. આ  દરમિયાન રિંકુ સિંહે તેને મેદાનની બહાર શું કરવું ગમે છે તે અંગે ખુલાસો કર્યો હતો. 

આ ખેલાડીઓ સાથે રિંકુ સિંહ સમય પસાર કરે છે 

રિંકુ સિંહે BCCIને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે જયારે મેદાનની બહાર હોય છે ત્યારે મોટાભાગનો સમય રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, અવેશ ખાન અને જીતેશ શર્મા સાથે મસ્તી કરવામાં વિતાવે છે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, 'હું બજરંગબલીનો ભક્ત છું, હું મારા રૂમમાં તેમના ગીતો સાંભળતો રહું છું.' રિંકુ સિંહને બજરંગબલી સહિત ભગવાનમાં ઘણી શ્રદ્ધા છે, જેનો પુરાવો તે અગાઉ પણ આપી ચુક્યા છે.

મંદિરના નિર્માણ માટે રૂ. 11 લાખનું આપ્યું દાન 

રિંકુ સિંહે ઑક્ટોબરમાં જયારે એશિયન ગેમ્સ 2023માં ભાગ લીધો હતો ત્યારે તેણે મંદિરના નિર્માણ માટે રૂ. 11 લાખનું દાન આપ્યું હતું. રિંકુ સિંહ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને ઘણા સંઘર્ષ અને મહેનત બાદ આ મુકામ પર પહોંચ્યા છે. તેમને મોટા દિલની વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ જરૂરિયાતમંદોની મદદ કરે છે, આ પહેલા પણ તેમણે ગરીબ અને નિરાધાર ખેલાડીઓ માટે ક્રિકેટ એકેડમી અને હોસ્ટેલ બનાવવા માટે રૂ. 50 લાખનું દાન પણ આપ્યું હતું. 

નવો 'કપિલ દેવ'... 9000 રન અને 600 વિકેટ લેનારા એવો ભારતીય ખેલાડી જેની ચર્ચા જ ક્યાં નથી થતી! 2 - image


Google NewsGoogle News