ટીમ ઈન્ડિયાનો આ ધુરંધર 'નવો ધોની', ભારતીય ટીમના બોલર અશ્વિનનું ચોંકાવનારું નિવેદન

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયાનો આ ધુરંધર 'નવો ધોની', ભારતીય ટીમના બોલર અશ્વિનનું ચોંકાવનારું નિવેદન 1 - image



ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીનું નામ ક્રિકેટ ચાહકોના મનમાં માત્ર એટલા માટે વસી ગયું છે કારણ કે તેમણે પોતાની કપ્તાની હેઠળ ICCની ચેમ્પિયન્સ ટ્રોફી 2013 સિવાય ભારતને ટી20 વર્લ્ડ કપ 2007 અને વનડે વર્લ્ડ કપ 2011 જીતાડ્યું ગ

ધોની એક એવા ફિનિશર હતા જેમના ક્રિઝ પર રહેતા ટીમ ઈન્ડિયાની હાર લગભગ અશક્ય હતી. ભારતીય ક્રિકેટમાં હવે એક યુવા ખેલાડી એ જ ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી રહ્યો છે અને તેથી જ અનુભવી સ્પિનર આર. અશ્વિને તે ખેલાડીને આગામી ધોની ગણાવીને આ ખેલાડીની પ્રશંસા કરી હતી. વાત એમ છે કે અશ્વિને ભારતીય ટીમના યુવા બેટ્સમેન રિંકુ સિંહને ટીમ ઈન્ડિયાનો નવો ધોની ગણાવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી સ્પિનર આર. અશ્વિન ક્રિકેટ અંગે નિવેદનો કરવા જાણીતો છે.  

હાલમાં જ અશ્વિને પોતાની યુ-ટ્યૂબ  ચેનલ પર કહ્યું, 'એમ.એસ. ધોનીની સાથે કોઈ સાથે તુલના શક્ય નથી, પરંતુ રિંકુએ જે પ્રકારની પરિપક્વતા અને સ્થિરતા બતાવી છે અને તેની ટૂંકી કારકિર્દીમાં ટીમ માટે પ્રદર્શન કર્યું છે તે જોતા હું  તેને લેફ્ટી ધોની કહીશ.’

ટીમ ઈન્ડિયાનો આ ધુરંધર 'નવો ધોની', ભારતીય ટીમના બોલર અશ્વિનનું ચોંકાવનારું નિવેદન 2 - image

અશ્વિને કહ્યું કે, 'રિંકુ સિંહે સખત મહેનત અને ધીરજ સાથે ટીમ ઈન્ડિયાની સફર કરી છે. હું જાણું છું કે, તે લાંબા સમયથી KKR સાથે હતો પરંતુ તેને બેટિંગ નહોતી મળતી. તે અન્ય બેટ્સમેનો દ્વારા ફટકારવામાં આવેલા બોલને લઇને બોલરોને પાછો આપતો હતો પરંતુ નિરાશ થવાને બદલે તેણે ઉત્તર પ્રદેશ માટે સારું પ્રદર્શન કર્યું હતું અને જ્યારે તેને તક મળી ત્યારે તેણે IPLમાં યાદગાર પ્રદર્શન પણ કર્યું હતું. IPL 2023માં 5 સિક્સર માર્યા બાદ આ ખેલાડીનું જીવન બદલાઈ ગયું.

અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 22ના સ્કોર પર તેની 4 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા સાથે મળીને રિંકુ સિંહે પહેલા સ્લો બેટિંગ કરી અને ઈનિંગ પર કબજો જમાવ્યો હતો. આ સિવાય આ ખેલાડીએ 39 બોલમાં 6 સિક્સર ફટકારી અને અણનમ 69 રન ફટકારીને ભારતના સ્કોરને 212 સુધી પહોંચાડી દીધો.

આ એ જ પ્રદર્શન હતું જે એમએસ ધોની તેની કારકિર્દી દરમિયાન કરતો હતો. રિંકુએ તેની ટૂંકી કારકિર્દીમાં ઘણી વખત ભારત માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. આ ક્ષમતાના કારણે ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી નિશ્ચિત માનવામાં આવી રહી છે. 


Google NewsGoogle News