Get The App

રિંકૂ સિંહ અને પ્રિયા સરોજની સગાઈની વાત અફવા, સપા સાંસદના પિતાએ કરી સ્પષ્ટતા

Updated: Jan 17th, 2025

GS TEAM


Google News
Google News
રિંકૂ સિંહ અને પ્રિયા સરોજની સગાઈની વાત અફવા, સપા સાંસદના પિતાએ કરી સ્પષ્ટતા 1 - image


Image: Facebook

Rinku Singh Priya Saroj Engagement: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે યુપીના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી હોવાની ચર્ચા થઈ રહી છે. જો કે, આ સમાચાર અફવા હોવાનું સામે આવી રહ્યું છે. સપા સાંસદ પ્રિયા સરોજના પિતા અને સપા ધારાસભ્ય તૂફાની સરોજે આ સમાચારને અફવા ગણાવ્યા છે. તેમણે ખાનગી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'ભારતીય ક્રિકેટર રિંકૂ સિંહના પરિવારે અમારા મોટા જમાઈને રિંકૂ અને પ્રિયાના સંબંધને લઈને વાત કરી હતી. બંનેના લગ્નની વાત થઈ હતી, જેના પર વિચાર કરી રહ્યા છીએ. લગ્નનો મામલો છે એટલા માટે ઘણું બધું સમજી વિચારીને નિર્ણય લેવો પડશે, પરંતુ સગાઈના સમાચાર સાચા નથી

કોણ છે પ્રિયા સરોજ?

પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ છે. તે માત્ર 25 વર્ષની ઉંમરમાં સાંસદ બની ગયા હતા. તેમણે મછલી શહેરથી લોકસભા ચૂંટણી જીતી હતી. પ્રિયા સરોજ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહ્યાં છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો. પ્રિયા સરોજે ભાજપના દિગ્ગજ નેતા બીપી સરોજને હરાવીને લોકસભામાં એન્ટ્રી કરી હતી. પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજ પણ મછલી શહેર લોકસભા બેઠકથી ત્રણ વખત સાંસદ રહ્યાં છે. તેમણે વર્ષ 1999, 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીતી હતી. તે બાદ તેમના પુત્રી પ્રિયા સરોજે મછલી શહેરનું પ્રતિનિધત્ત્વ કર્યું અને દેશના બીજા સૌથી યુવાન સાંસદોમાંના એક છે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીરે આપવું પડશે રાજીનામું? ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ટીમ ઈન્ડિયામાં બળવો: રિપોર્ટ

રિંકુ સિંહ છે કમાલનો ક્રિકેટર

રિંકુ સિંહને કોઈ પરિચયની જરૂર નથી. ડાબા હાથનો આ બેટ્સમેન ભારતીય ટીમના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. ટી20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન કમાલનું રહ્યું છે. રિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે 30 ટી20 મેચોમાં 46 થી વધુની સરેરાશથી 507 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઈક રેટ પણ 160થી વધુનો છે. રિંકુએ ટીમ ઈન્ડિયા માટે 2 વનડે મેચ પણ રમી છે. આ સિવાય રિંકુ સિંહ આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો મહત્ત્વનો ભાગ છે. રિંકુ સિંહને આઈપીએલ 2025 માટે કોલકાતા નાઈટ રાઈડર્સે રિટેન કર્યો હતો. રિંકુ સિંહને આ સીઝન માટે 13 કરોડ રૂપિયા મળશે. 

Tags :