રીન્કુ સિંહે કરોડોનો બંગલો બનાવ્યો છતાં જૂના ઘરમાં જ રહે છે માતા-પિતા, જાણો કારણ
Image: Facebook
Rinku Singh: ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ અત્યારે ખૂબ ચર્ચામાં છે. તેના લગ્ન ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ પ્રિયા સરોજ સાથે નક્કી થઈ ગયા છે.
રિંકુ સિંહે તાજેતરમાં જ પોતાના શહેર અલીગઢમાં 3.5 કરોડ રૂપિયાનો નવો બંગલો ખરીદ્યો હતો. જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી પરંતુ રિંકુ સિંહના માતા-પિતા તેના નવા બંગલામાં રહેવા ઈચ્છતાં નથી. તેની પાછળનું એક મોટું કારણ પણ સામે આવ્યું છે. રિંકુના માતા-પિતાનું માનવું છે કે જે ઘરમાં તેમણે દુ:ખ સહન કર્યું અને રિંકુ સિંહનું કરિયર બનતાં જોયું. તે ઘર તેમના માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ એક મોટું કારણ છે કે રિંકુ સિંહના માતા-પિતા પોતાના જૂના ઘરને છોડીને ક્યાંય જવા ઈચ્છતાં નથી.
આ પણ વાંચો: VIDEO : ખુરશીઓ તોડી, મુક્કા-લાતો મારી... મહિલા કબડ્ડીની મેચ વચ્ચે મેદાન બન્યો અખાડો
રિંકુ સિંહ ખૂબ ગરીબ પરિવારથી આવે છે. તેના પિતા ખાનચંદર સિંહ લોકોના ઘરે-ઘરે ગેસ સિલિન્ડર ડિલીવરીનું કામ કરતાં હતાં. રિંકુ સિંહ પોતે પણ પોતાના પિતાની આ કામમાં મદદ કરતો હતો પરંતુ રિંકુએ ક્રિકેટની મદદથી બધું જ બદલી દીધું અને હવે તે દેશનો જાણીતો ખેલાડી બની ચૂક્યો છે. રિંકુએ અત્યાર સુધી 2 વનડે અને 31 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 562 રન બનાવ્યા. તે હજુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટી20 સીરિઝ રમી રહ્યો છે.