Get The App

સાથી ક્રિકેટરની બહેન સાથે રિંકુ સિંહનો VIDEO વાયરલ, જુઓ ક્યાં ફરવા પહોંચ્યા

Updated: Jul 13th, 2024

GS TEAM


Google News
Google News
rinku singh shahneel gill


Rinku Singh With Shahneel Gill: ભારતીય ટીમના નવા ફિનિશર રિંકુ સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હાલ તે ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણી રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ સાથે ગયો છે. આ પ્રવાસમાં ભારતનો વિસ્ફોટક ક્રિકેટર આ વીડિયોમાં એક સુંદર છોકરી સાથે જોવા મળે છે. 

હરારેના પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે

ચોથી T20 મેચ પહેલા ભારતીય ખેલાડીઓ હરારેના પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયા હતા. આમાં રિંકુ સિંહ પણ સામેલ હતો. રિંકુ સિંહનો એક સેલ્ફી વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક યુવતી સાથે જોવા મળી રહ્યો છે. ત્યાર પછીથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખરેખર તો વીડિયોમાં રિંકુ સાથે દેખાતી સુંદર યુવતી બીજું કોઈ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલની બહેન શાહનીલ ગિલ છે. વીડિયો દ્વારા સ્પષ્ટ છે કે રિંકુ અને શાહનીલ વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે.

રિંકુ હાલમાં ટીમ ઈન્ડિયા સાથે ઝિમ્બાબ્વેમાં છે જ્યાં ભારતીય ટીમ યજમાન ટીમ સાથે 5 મેચની T20 શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમ શ્રેણીમાં આગળ છે. રિંકુએ બીજી ટી20 મેચમાં 22 બોલમાં 48 રનની અણનમ ઇનિંગ રમીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

શુભમન ગિલની બહેન સાથે સારી મિત્રતા

જો કે શાહનીલ ગિલ અને રીન્કુ સિંહ વચ્ચે સારી મિત્રતા હોવાનું કહેવાય છે કારણ કે ગયા વર્ષે જ્યારે રિંકુ સિંહે તેનો શર્ટ ઉતારીને ફોટો પોસ્ટ કર્યો હતો, ત્યારે શાહનીલ ગિલે કોમેન્ટ કરી હતી, 'ઓ હીરો!' આ શર્ટલેસ ફોટો રિંકુએ માલદીવથી પોસ્ટ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રિંકુની છેલ્લી બે IPL સિઝન શાનદાર રહી છે. ટી20 વર્લ્ડ કપ 2024માં પણ રિઝર્વ ખેલાડી તરીકે તેની પસંદગી કરવામાં આવી હતી. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની શ્રેણી બાદ ખેલાડીઓના પ્રદર્શનના આધારે આગામી ટી-20 વર્લ્ડકપને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.

Tags :