રિંકુ સિંહને લઈને BCCIની મોટી જાહેરાત, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ભારત-A ટીમમાં કર્યો સામેલ

રિંકુ સિંહે રણજી ટ્રોફીમાં કેરળ સામે 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
રિંકુ સિંહને લઈને BCCIની મોટી જાહેરાત, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ભારત-A ટીમમાં કર્યો સામેલ 1 - image
Image: File Photo

BCCI Added Rinku Singh To India-A Squad : આજે સવારે BCCIએ એક મોટી જાહેરાત કરી છે. પુરુષ પસંદગી સમિતિએ રિંકુ સિંહને ભારત-A ટીમમાં સામેલ કર્યો છે. હવે રિંકુ સિંહ ઇંગ્લેન્ડ લાયન્સ સામે રમાનાર ચાર દિવસીય ટેસ્ટ મેચ રમતો જોવા મળશે. ત્રીજી મેચ માટે તેને પહેલા જ પસંદ કરવામાં આવ્યો હતો.

રિંકુ સિંહ માટે ટેસ્ટ ટીમમાં સામેલ થવાનો રોડમેપ થયો તૈયાર

રિંકુ સિંહ માટે ટેસ્ટ ટીમમાં સામેલ થવાનો આ એક રીતે રોડમેપ છે, કારણ કે તેણે મર્યાદિત ઓવરોમાં ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે અને રણજી ટ્રોફીની આ સિઝનમાં તેની ટીમ માટે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે. આ મેચ આવતીકાલથી અમદાવાદમાં ભારત-A અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચે રમાશે.

રિંકુ સિંહને બોર્ડ ટેસ્ટ ટીમમાં પણ જોવા માંગે છે

વિરાટ કોહલી 25 જાન્યુઆરીથી શરુ થનાર 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચથી બહાર થઇ ગયો છે. અંગત કારણોને ટાંકીને તેણે પ્રથમ બે મેચથી પોતાનું નામ પાછું ખેંચવાનો નિર્ણય કર્યો હતો. તેના રિપ્લેસમેન્ટની જાહેરાત હજુ BCCI દ્વારા કરવામાં આવી નથી. જો કે BCCIની આ જાહેરાતથી એક પુષ્ટિ થઇ ગઈ છે કે બોર્ડ રિંકુ સિંહને ટેસ્ટ ટીમમાં પણ જોવા માંગે છે.

રિંકુ સિંહને લઈને BCCIની મોટી જાહેરાત, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ભારત-A ટીમમાં કર્યો સામેલ 2 - image



Google NewsGoogle News