Get The App

રિંકુ કે ગિલનો કોઈ વાંક નહોતો, રોહિતને...: પસંદગી પર ઉઠતાં સવાલ પર અગરકરે આપ્યો જવાબ, જુઓ શું કહ્યું

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
રિંકુ કે ગિલનો કોઈ વાંક નહોતો, રોહિતને...: પસંદગી પર ઉઠતાં સવાલ પર અગરકરે આપ્યો જવાબ, જુઓ શું કહ્યું 1 - image


Image: Facebook

T20 World Cup 2024: ભારતીય પુરુષ સીનિયર ટીમના મુખ્ય સેલેક્ટર અજીત અગરકરે આખરે રિંકુ સિંહને ટી20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યની ટીમમાં પસંદ ન કરવાને લઈને મૌન તોડ્યું છે. રિંકુને IPL 2024ની સિઝન બાદ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં થનારા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી અને તેને રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો. રિંકુને ટીમમાં સામેલ ન કરવા પર ખૂબ વિવાદ થયો હતો. હવે અગરકરે આ વિશે વાત કરતાં કહ્યું કે રિંકુની કોઈ ભૂલ નહોતી.

તાજેતરના મહિનાઓમાં ફિનિશર તરીકે સ્થાન બનાવનાર રિંકુ સિંહનું 15 સભ્યની ટીમમાં સ્થાન ન બનાવી શકવાને કારણે ખૂબ પ્રશ્ન કરવામાં આવ્યા હતા. ટીમની પસંદગી પહેલા લગભગ દરેક ક્રિકેટ નિષ્ણાતની ટીમમાં સામેલ રહેલા રિંકુ રિઝર્વ ખેલાડી તરીકે ટીમની સાથે જશે. રિંકુ ભારતીય ટીમ માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને તેણે પોતાની આક્રમક બેટિંગથી તમામનું ધ્યાન ખેંચ્યુ હતુ. માનવામાં આવી રહ્યું હતુ કે રિંકુ 15 સભ્યની ટીમમાં હશે પરંતુ તે આવુ કરી શક્યો નહીં.

રિંકુને ટીમમાં સામેલ ન કરવો સૌથી મુશ્કેલ નિર્ણય

ટી20 વર્લ્ડ કપને લઈને ભારતીય ટીમની પસંદગીને લઈને ગુરુવારે મુંબઈ સ્થિત BCCI મુખ્ય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ થઈ. તેમાં અગરકરની સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ સામેલ થયો. અગરકરને જ્યારે રિંકુને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે તેને સૌથી મુશ્કેલ નિર્ણય ગણાવ્યો. અગરકરે કહ્યું, રીન્કુ કે ગિલનો કોઈ વાંક નહોતો. રોહિતને વધુ વિકલ્પ માટે ટીમમાં સ્પિનર જોઈતા હતા. આવો જ મામલો અક્ષર માટે પણ છે જે એક બેટિંગ ઓલરાઉન્ડર છે. અમે વિચાર્યું કે તે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ અમારા માટે અઘરું હતું, પરંતુ દિવસના અંતમાં અમારે ટીમ પસંદ કરવાની હતી. 


Google NewsGoogle News