T20 World Cupમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવાનો નિર્ણય યોગ્ય : સૌરવ ગાંગુલી

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
T20 World Cupમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવાનો નિર્ણય યોગ્ય : સૌરવ ગાંગુલી 1 - image


Image Source: Facebook

નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી 2024 બુધવાર

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 (ICC T20 World cup 2024)માં ભારતીય ટીમની કેપ્ટનશિપ રોહિત શર્મા કરશે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહે રોહિત શર્માના નામ પર મહોર લગાવી હતી. શાહે કહ્યુ હતુ કે યુએસએ અને વેસ્ટઈન્ડિઝમાં જૂન-જુલાઈમાં થનારી આઈસીસીની આ મેગા ઈવેન્ટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત જ હશે. શાહના આ નિર્ણયને પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલીએ પણ યોગ્ય ગણાવ્યો છે.

સૌરભ ગાંગુલીએ કહ્યુ, રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ માટે ભારતના કેપ્ટન તરીકે યોગ્ય વિકલ્પ છે. જે રીતે તેમણે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ અને 50 ઓવરના વર્લ્ડ કપમાં 10 મેચ જીતી. તે હકીકતમાં સરળ નથી. તે હજુ પણ આપણી યાદમાં તાજુ છે. તેથી રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ 2024 માટે સૌથી સારો વિકલ્પ છે. 

જય શાહે 14 ફેબ્રુઆરી બુધવારે કહ્યુ હતુ કે અમે 2023 વર્લ્ડ કપ ફાઈનલ ભલે હારી ગયા હોઈએ પરંતુ સતત 10 મેચ જીતીને અમે દિલ જીત્યુ. મને પૂરો વિશ્વાસ છે કે અમે 2024 ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં બારબાડોસમાં જરૂર ભારતનું નામ રોશન કરશે. રોહિતની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ આજ સુધી એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. 

રોહિતની કેપ્ટનશિપમાં ભારતે ગુમાવ્યો હતો ટી20 વર્લ્ડ કપ

કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતને વર્ષ 2022માં થયેલા ટી20 વર્લ્ડ કપથી બહાર થવુ પડ્યુ હતુ. ઘણા ખેલાડીઓનું પ્રદર્શન આ ટુર્નામેન્ટ નિરાશાજનક રહ્યુ. ઈંગ્લેન્ડે ભારતને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. 


Google NewsGoogle News