બુમરાહની ઈજા અંગે પોન્ટિંગના દાવાથી ખળભળાટ, ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ચિંતાનો વિષય!
Ricky Ponting made a big revelation on jasprit Bumrah's injury: ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. ટીમ ઈન્ડિયાને તાજેતરમાં પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના હાથે 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરિઝમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 32 વિકેટ ખેરવી હતી. આખી શ્રેણીમાં માત્ર જસપ્રીત બુમરાહે જ ભારતીય ટીમનો બોજ પોતાના ખભા પર ઉઠાવી રાખ્યો હતો. જસપ્રીત બુમરાહને બાદ કરતાં ભારતના બાકીના બોલરો આ પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં કંઈ ખાસ કમાલ નહોતા કરી શક્યા. સિડનીમાં રમાયેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસે જસપ્રીત બુમરાહને પીઠમાં દુખાવો થયો હતો, ત્યારબાદ તેણે મેચમાં એક પણ ઓવર નહોતી ફેંકી . ભારત ઓસ્ટ્રેલિયા સામેની મેચ 6 વિકેટથી હારી ગયું અને ટેસ્ટ સીરિઝ 1-3થી ગુમાવી દીધી.
બુમરાહની ઈજા અંગે પોન્ટિંગનો મોટો ખુલાસો
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર રિકી પોન્ટિંગે એક ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, જસપ્રીત બુમરાહ દ્વારા પોતાની પીઠની તપાસ કરાવવા માટે મેચની વચ્ચે જ નીકળી જવું એ ટીમ ઈન્ડિયા માટે ખરેખર ચિંતાનો વિષય હતો. ઓસ્ટ્રેલિયાના વરિષ્ઠ પત્રકાર પીટર લાલોર પણ એ વાત સાથે સહમત ન હતા કે જસપ્રીત બુમરાહ માત્ર સ્કેન માટે જ ગયો હતો. ઓસ્ટ્રેલિયન પત્રકારે દાવો કર્યો કે જસપ્રીત બુમરાહે ઈન્જેક્શન પણ લેવા પડ્યા હતા.
તે સીડીઓ પર ભાગી રહ્યો હતો
જસપ્રીત બુમરાહ બીજી ઈનિંગમાં એક પણ બોલ નહોતો ફેંકી શક્યો અને ભારત પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે હારી ગયુ હતું. આ ઘટનાએ રિકી પોન્ટિંગ અને ઓસ્ટ્રેલિયન પત્રકાર પીટર લાલોર ચોંકાવી દીધા હતા અને તેઓ માને છે કે મામલો ઘણો મોટો છે. જસપ્રીત બુમરાહ વિશે કંઈક મોટી વાત છુપાવવામાં આવી રહી છે. રિકી પોન્ટિંગે કહ્યું, 'મારા માટે આ ખરેખર ચિંતાનો વિષય હતો. જ્યારે બુમરાહ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાછો આવ્યો ત્યારે તેણે કહ્યું કે મને પીઠમાં દુ:ખાવો છે, પરંતુ તે સીડીઓ ઉપર દોડી રહ્યો હતો અને તે મેદાનની બહાર પણ ભાગી ગયો હતો. આ પીઠના દુ:ખાવાના ચિહ્નો અથવા લક્ષણો નથી. હું આશા રાખું છું કે આવું જ હોય.
આ પણ વાંચો: સંકટના સમયમાં વિરાટની વહારે આવ્યો 'ખાસ મિત્ર', કમબેક માટે જણાવી અસરદાર ફોર્મ્યૂલા
ચિંતામાં ડૂબી જશે ભારતીય ચાહકો
રિકી પોન્ટિંગે કહ્યું કે હું બુમરાહને આગળ ભવિષ્યમાં પણ બોલિંગ કરતો જોવા માંગુ છું. હું તેને લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનની બહાર જોવા નથી માંગતો. કારણ કે થોડા વર્ષો પહેલા સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયન પત્રકાર પીટર લાલોરે જસપ્રીત બુમરાહની 'પીઠમાં દુ:ખાવાની વાત નકારી કાઢી હતી. પીટર લાલોરે કહ્યું, મારી જાણ પ્રમાણે બુમરાહ સ્કેન કરાવવા નહોતો ગયો. સ્કેનિંગ મશીન ભારતના ડ્રેસિંગ રૂમમાં પહેલેથી જ હાજર હતું. તેને કદાચ હોસ્પિટલમાં ઈન્જેક્શન લગાવવું પડ્યું હતું. કદાચ કોર્ટિસોન (સ્ટીરોઈડ) ઈન્જેક્શન.