પૃથ્વી શૉ IPL ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો તો રિકી પોન્ટિંગ અને મોહમ્મદ કૈફનું તૂટ્યું દિલ, જાણો શું કહ્યું......
Image Source: Twitter
Prithvi Shaw Unsold In IPL Auction 2025: પૃથ્વી શૉ IPL 2025ના ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો છે. મુંબઈના આ બેટ્સમેન પર કોઈ ટીમે બોલી નહોતી લગાવી. તે છેલ્લી વખત દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો. પૃથ્વી શૉની એક સમયે દેશના સૌથી આકર્ષક યુવા ખેલાડીઓમાંના એક તરીકે ગણતરી કરવામાં આવી હતી. કેટલાક લોકો તેને આગામી સચિન તેંડુલકર પણ કહેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં સતત નિષ્ફળતાને કારણે આ બેટ્સમેન વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાંથી બહાર છે. પૃથ્વી IPL ઓક્શન 2025માં અનસોલ્ડ રહેતા દિલ્હી કેપિટલ્સમાં તેને કોચિંગ આપી ચૂકેલ રિકી પોન્ટિંગે નિરાશા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે આ દુઃખદ છે.
પૃથ્વી સૌથી પ્રતિભાશાળી લોકોમાંથી એક........
પોન્ટિંગ હાલમાં IPLમાં પંજાબ કિંગ્સનો મુખ્ય કોચ છે. તેણે પણ પૃથ્વી પર બોલી નહોતી લગાવી. તેણે આ યુવા ભારતીય ખેલાડીના અનસોલ્ડ રહેવા પર કહ્યું કે, 'આ દુઃખની વાત છે. તમને પૃથ્વી અંગે ખબર છે અને હું પૃથ્વી અંગે હજુ પણ કહું છું કે, 'તે સૌથી પ્રતિભાશાળી લોકોમાંથી એક છે જેની સાથે મેં કામ કર્યું છે. તે ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો અને પછી એક્સિલરેટરમાં પાછો પણ ન આવ્યો. ઘણી ટીમો તેને જોઈ રહી હતી. તે રમી નહોતો રહ્યો. પરંતુ મેં કહ્યું તેમ ખેલ તમને પકડી જ લે છે. હું એટલું જ કહી શકું છું કે, જ્યારે તમે આવું કંઈક જુઓ છો, ત્યારે તે ખરેખર દુઃખની વાત છે કે તે (પૃથ્વી) આમાં નથી.'
મોહમ્મદ કૈફે પૃથ્વી શૉ અંગે શું કહ્યું..........
દિલ્હીના આસિસ્ટન્ટ કોચ રહેલા મોહમ્મદ કૈફે પૃથ્વીને IPL 2025માં તક ન મળવા અંગે કહ્યું કે તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે તેમાં અસફળ રહ્યો. દિલ્હીએ પૃથ્વી શૉને ખૂબ સપોર્ટ કર્યો. તે પાવર પ્લેનો ખૂબ જ સારો ખેલાડી છે. એક ઓવરમાં છ ચોગ્ગા પણ ફટકારી શકે છે. તેણે આ કર્યું પણ છે. તેણે શિવમ માવીની ઓવરમાં આ કર્યું પણ હતું. ઘણી બધી સંભાવનાઓ હતી તેથી ઘણો સપોર્ટ કરવામાં આવ્યો. એવી અપેક્ષા હતી કે જો તે ચાલી ગયો તો જીતી જઈશું. અમે ઘણી વખત મીટિંગમાં બેઠા પોન્ટિંગ પણ હાજર હતો. તેને રમાડવો કે બેસાડવો તેની વાત કરતા. રાત્રે તેને બેસાડવાનું વિચારતા હતા અને સવારે ટોસ પહેલા કહેતા કે અમને આ ખેલાડી જોઈએ છે. રાત્રે કહેતા હતા કે, રન નથી આવી રહ્યા. તે ફ્લોપ છે, તેને થોડો બ્રેક આપો. પરંતુ તેને ટોસ પહેલા લઈ લેતા હતો. તેને ઘણી તકો મળી. હવે તે ખૂબ જ શરમજનક છે કે કોઈએ તેમને ન ખરીદ્યો. હવે તેણે ફરી ડોમેસ્ટિકમાં જવું જોઈએ અને કામ કરવું જોઈએ. સરફરાઝ ખાન તેનું ઉદાહરણ છે. તેવી જ રીતે ફિટનેસ અને સ્કિલ્સ પર કામ કરો.