Get The App

ભારત ઓસ્ટ્રેલિયા સામે પણ હારશે! એ પણ બહુ ખરાબ રીતે, પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
rickey ponting


Rickey Ponting: ભારતીય ક્રિકેટ ટીમનો આગામી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. શ્રીલંકા પ્રવાસ બાદ હાલ ભારતીય ક્રિકેટ ટીમ એક લાંબુ વેકેશન લેશે. ત્યાર પછી ટીમ બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી-20 શ્રેણી રમશે. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમશે. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જશે. જ્યાં ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમશે. આ શ્રેણીમાં 5 ટેસ્ટ મેચ રમાશે. 

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં છેલ્લા બે વખતથી ભારતીય ટીમનું પ્રભુત્વ વધ્યું છે. ત્યારે હવે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન રિકી પોન્ટિંગે આગામી શ્રેણીને લઈને બહુ વહેલી આગાહી કરી દીધી છે. રિકી પોન્ટિંગનું માનવું છે કે ભારત સામે તેના હોમ ગ્રાઉન્ડ પર સતત બે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા પાસે હવે પોતાને સાબિત કરવાની તક છે. 

પોન્ટિંગે કહ્યું હતું કે નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ 3-1થી શ્રેણી જીતશે. ઉલ્લેખનીય છે કે ભારતે ઓસ્ટ્રેલિયામાં તેની છેલ્લી બે ટેસ્ટ શ્રેણી (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) 2-1થી જીતી છે. હવે તેમને 22 નવેમ્બરથી શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં હાલની વર્લ્ડ નંબર વન ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે.

પોન્ટિંગે ઓસ્ટ્રેલિયાને જીતના દાવેદાર ગણાવતા કહ્યું હતું કે, 'હું સ્પષ્ટપણે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ફેવરિટ માની રહ્યો છું. શક્ય છે કે કેટલીક મેચો ડ્રો થાય અને કેટલીક જગ્યાએ ખરાબ હવામાનને કારણે રમત ન જ રમાય. તેથી હું ઓસ્ટ્રેલિયા 3-1થી જીતવાની આગાહી કરી રહ્યો છું. 

પોન્ટિંગે 'ધ આઈસીસી રિવ્યુ'માં કહ્યું હતું કે, 'આ ખૂબ જ રસપ્રદ શ્રેણી બનવા જઈ રહી છે. અહીં છેલ્લી બે સિરીઝમાં જે થયું તે જોતાં ઓસ્ટ્રેલિયાને ભારત સામે ઓસ્ટ્રેલિયામાં ઘણું સાબિત કરવાનું છે. તાજેતરના સમયમાં માત્ર ચાર જ ટેસ્ટ રમાડવામાં આવી છે. પરંતુ આ વખતે 5 મેચની શ્રેણી રમાશે. દરેક ક્રિકેટ પ્રેમી તેના વિશે ખરેખર ઉત્સાહિત છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆતથી ભારત અને ઓસ્ટ્રેલિયાએ ક્યારેય પાંચ મેચની શ્રેણી રમી નથી. અગાઉ 1991-92માં ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી, બંને વચ્ચેની દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી નામ આપવામાં આવ્યું.


Google NewsGoogle News