ધોની સાથેનો સંબંધ એક ડાઘ સમાન: બે વર્ષ સુધી માહીને ડેટ કરી રહી હતી આ અભિનેત્રી, હવે જુઓ શું કહ્યું
Image: Facebook
Actress Raai Laxmi on Her Relationship: લગ્નના બંધનમાં બંધાયા પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની એક મહિલા સાથેના અફેરની ખૂબ ચર્ચા હતી. આ મહિલા કોઈ બીજું નહીં પરંતુ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ હતી. હવે પહેલી વખત આ એક્ટ્રેસે ધોની સાથેના પોતાના જીવનના તે ક્ષણ વિશે ખુલીને વાત કરી છે. એક્ટ્રેસે ધોની સાથે પોતાના ભૂતકાળ વિશે વાત કરતાં કહ્યું કે 'હું માનું છું કે ધોની સાથેનો સંબંધ એક ડાઘ સમાન.'
એક્ટ્રેસ લક્ષ્મી રાયે કહ્યું કે હું એ વાત માનવા લાગી છું કે ધોની સાથેનો મારો સંબંધ એક ડાઘ સમાન છે, જે લાંબા સમય સુધી ભૂસાશે નહીં.' લક્ષ્મી રાયે વર્ષ 2005માં તમિલ ફિલ્મ 'કરકા કસાદરા' થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું. કથિત રીતે ધોની ચેન્નઈની યાત્રા દરમિયાન લક્ષ્મીને મળ્યો હતો. તેમનો સંબંધ બે વર્ષ સુધી ચાલ્યો હતો.
ધોનીનું અંગત જીવન અને કરિયર
ધોની સાથી ક્રિકેટર સુરેશ રૈનાની સાથે લક્ષ્મીના બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થયો. જોકે, જ્યારે તેનું બ્રેકઅપ થયું તો તેમના રસ્તા અલગ થઈ ગયા અને 2010માં ધોનીએ સાક્ષી સાથે લગ્ન કરી લીધા. હવે આ કપલની એક પુત્રી છે જેનું નામ જીવા ધોની છે.
રિપોર્ટ્સ અનુસાર તેમના અલગ થવામાં તેમના કરિયર ઓપ્શન્સની મહત્વની ભૂમિકા રહી. કહેવાય છે કે બંનેની પ્રોફેશનલ લાઈફ અને કરિયર એકબીજાથી ખૂબ અલગ હતી.
અભિનેત્રી લક્ષ્મી રાયનું કરિયર
લક્ષ્મીએ ન માત્ર દક્ષિણ ભારતીય સિનેમામાં પરંતુ બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. તેની ફિલ્મોમાં 'અકીરા' માં સોનાક્ષી સિન્હા અને 'ભોલા' માં અજય દેવગન સાથે ભૂમિકાઓ સામેલ છે. પોતાની પર્સનલ લાઈફ વિશે ગત અફવા અને અટકળો છતાં તે પોતાની એક્ટિંગ કરિયર પર સારી રીતે ફોકસ કરી રહી છે.