VIDEO : વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયેલો ખેલાડી થયો ગુસ્સે, ખુરશી ફેંકી, બારીનો કાચ ફોડ્યો

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News

VIDEO : વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયેલો ખેલાડી થયો ગુસ્સે, ખુરશી ફેંકી, બારીનો કાચ ફોડ્યો 1 - image

નવી દિલ્હી,તા. 21 ઓક્ટોબર 2023, શનિવાર

ODI વર્લ્ડ કપ (ODI વર્લ્ડ કપ 2023) ની મેચ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચાલી રહી છે. આ મેચ દરમિયાન જ્યારે એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો તો તેણે ગુસ્સામાં ખુરશી ફેંકી, બારીના કાચ તોડી નાખ્યા હતા.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ ટીમે ફિલ્ડિંગ દરમિયાન સારી શરૂઆત કરી હતી. મેચમા બીજા જ બોલ પર રીસ ટોપલેએ ખતરનાક ક્વિન્ટન ડી કોક (4)ને પેવેલિયન મોકલી દીધો હતો.

ટોપલીએ ક્વિન્ટનને વિકેટ પાછળ જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી રીઝા હેન્ડ્રિક્સ (85) અને રાસી વાન ડેર ડ્યુસેન (60)એ બીજી વિકેટ માટે 121 રન જોડ્યા હતા. આદિલ રાશિદે આ ભાગીદારી તોડી હતી. આ રીતે દક્ષિણ આફ્રિકાએ 164 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

મેદાન છોડવું પડ્યું

પોતાની પ્રથમ ઓવરના બીજા બોલ પર વિકેટ લેનાર રીસ ટોપલે માટે આ શાનદાર શરૂઆત લાંબો સમય ટકી ન હતી, થોડી ઓવર પછી તે ઈજાગ્રસ્ત થયો જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. ઈનિંગની 7મી ઓવરમાં તે પોતાની આંગળીને લઈને ચિંતિત દેખાઈ રહ્યો હતો અને તેની ઓવર પૂરી કર્યા વિના જ નીકળી ગયો હતો. ટોપલેની ઓવરનો છેલ્લો બાકી રહેલો બોલ જો રૂટે ફેંક્યો. ફિઝિયોએ તેને જોયો અને તેને મેદાન છોડી જવા કહ્યું. બસ આ કારણે તેણે ગુસ્સામાં ડ્રેસિંગ રૂમમાં ખુરશી ફેંકી અને બારીના કાચ તોડી નાખ્યા.

જો કે, રીસ ટોપલેએ બાદમાં મેદાનમાં આવીને બોલિંગ પણ કરી હતી. મોટી ટૂર્નામેન્ટમાં તેનું નસીબ ખરાબ રહ્યું છે, કારણ કે તે ઈજાના કારણે 2022માં ટી20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. તદુપરાંત, તે IPL 2023 દરમિયાન ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો.


Google NewsGoogle News