IPL 2025માં વિરાટ કોહલી જ બનશે કેપ્ટન? મેગા ઓક્શનમાં આ 5 ખેલાડીઓ પર હશે RCBની નજર
IPL 2025, Mega Auction-RCB : IPL 2025નું મેગા ઓક્શન નજીક આવી રહ્યું છે. તેમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા જઈ રહી છે. ટીમનો કેપ્ટન કોણ હશે તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફાફ ડુપ્લેસીસને ફ્રેન્ચાઈઝીએ રીલિઝ કરી દીધો છે. જેથી કરીને હવે નવી સિઝનમાં ટીમને નવો કેપ્ટન મળી શકે છે. ટીમ એવા કેપ્ટનની શોધમાં છે જે તેને પહેલી વખત IPLમાં ચેમ્પિયન બનાવી શકે. આ સ્થિતિમાં હવે RCBની કેપ્ટનશીપ માટેના ટોચના દાવેદારો કોણ છે? તેના વિશે જાણીએ........
વિરાટ કોહલી
ફ્રેન્ચાઈઝીએ ફાફ ડુપ્લેસીસને રિલીઝ કર્યા બાદ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરાટ કોહલી ફરીથી કેપ્ટન બની શકે છે. તેણે 143 મેચમાં ટીમની કમાન સંભાળી છે. આ દરમિયાન ટીમે 66 મેચમાં જીત અને 70 મેચમાં હાર મેળવી હતી. જયારે 3 મેચ ટાઈ રહી હતી. અને 4માં કોઈ પરિણામ આવ્યું ન હતું. કોહલીએ લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ તે ક્યારેય ટીમને ચેમ્પિયન બનાવી શક્યો ન હતો. વર્ષ 2016માં ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે જોવું એ રહ્યું કે જો તે કેપ્ટન બનશે તો તે ટીમને ટાઈટલ જીતાડી શકે છે કે નહી.
કેએલ રાહુલ
લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા રીલિઝ કરવામાં આવેલા કેએલ રાહુલ RCBની કેપ્ટનશીપ કરવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. વિરાટ પછી તે સૌથી મોટો દાવેદાર છે. રાહુલ કર્ણાટકનો છે અને અગાઉ પણ તેRCB તરફથી રમી ચૂક્યો છે. આ સ્થિતિમાં તે આ વખતે ટીમમાં વાપસી કરી શકે છે. રાહુલે પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તેણે 3 માંથી 2 સીઝનમાં લખનૌને પ્લેઓફમાં પહોંચાડ્યું હતું.
રિષભ પંત
દિલ્હી કેપિટલ્સમાંથી અચાનક રીલિઝ થયેલો રિષભ પંત ઘણી ટીમોની યાદીમાં સામેલ છે. તે RCBનો નવો કેપ્ટન પણ બની શકે છે. પંતનું આક્રમક નેતૃત્વ કરવાની ક્ષમતા ટીમમાં નવી ઉર્જા ભરી શકે છે. તેણે દિલ્હી કેપિટલ્સમાં કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કર્યું છે. જો કે, RCB માટે પંતને ટીમમાં સામેલ કરવો સરળ નહીં હોય. કારણ કે ઓકશનમાં ઘણી ટીમો તેના માટે બોલી લાગવા માટે તૈયાર છે. ખાસ કરીને પંજાબ કિંગ્સ પાસે 110 કરોડ રૂપિયા હોવાથી તેઓ મહત્તમ કિંમત ચૂકવવા તૈયાર છે.
આ પણ વાંચો : થઈ ગયું કન્ફર્મ! રોહિત શર્મા પર્થ ટેસ્ટમાં નહીં રમે, બોલર કરશે કેપ્ટનશીપ
શ્રેયસ અય્યર
વર્ષ 2024માં શ્રેયસ અય્યરના નેતૃત્વ કોલકાતા નાઈટ રાઈડર્સે ત્રીજો IPL ખિતાબ જીત્યો હતો. જેથી કરીને RCB માટે તે કેપ્ટનની ભૂમિકા માટે શ્રેષ્ટ વિકલ્પ છે. અય્યરે પ્રેશર મેચોમાં સારી કેપ્ટનશીપ કરી છે. તેણે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી મજબૂત ટીમને હરાવી હતી. દિલ્હી કેપિટલ્સમાં અય્યરનો કેપ્ટનશીપનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. આ વખતે તે કેપ્ટનના પદના દાવેદારોમાંથી એક છે.
ફાફ ડુપ્લેસીસ
RCBએ તેના પૂર્વ કેપ્ટન ફાફ ડુપ્લેસીસને રીલિઝ કર્યો છે. ડુપ્લેસીસના નેતૃત્વમાં ટીમ ગત સિઝનમાં પ્લેઓફમાં સુધી પહોંચી હતી. તેણે ઘણી લીગમાં કેપ્ટનશીપ કરી છે. તેણે તાજેતરમાં જ કેરેબિયન પ્રીમિયર લીગ(CPL)માં પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. જો વિરાટ કેપ્ટનશિપનો ઇનકાર કરે છે, તો જો RCB ટીમ પંત, રાહુલ અને અય્યરમાંથી કોઈને ખરીદવામાં સક્ષમ નહિ હોય તો તે ડુપ્લેસીસને ટીમમાં પરત લઇ શકે છે. આ સ્થિતિમાં ડુપ્લેસીસ કેપ્ટન બની શકે છે. જોકે તે ટીમમાં છેલ્લો વિકલ્પ હશે.
ડેવિડ વોર્નર
દિલ્હી કેપિટલ્સનો ભૂતપૂર્વ ખેલાડી ડેવિડ વોર્નર પણ RCBની કેપ્ટનશીપની દાવેદારોમાંના એક છે. વોર્નરને IPLમાં કેપ્ટનશીપનો લાંબો અનુભવ છે. તેણે વર્ષ 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદને ચેમ્પિયન બનાવ્યું હતું. આ સિવાય તે T20 ફોર્મેટને પણ સારી રીતે સમજે છે. વોર્નરનું ભારતીય ખેલાડીઓ સાથે જોડાણ પણ શાનદાર રહ્યું છે. તેથી RCB તેને ટીમનું સુકાન સોંપી સકે છે.