કોહલીએ ફટકારી IPLની 8મી સદી, આ લીગમાં 7500 રન બનાવનારો પહેલો બેટ્સમેન બન્યો
RCB vs RR IPL 2024: IPL 2024માં કિંગ કોહલીનું વિરાટ પરફોર્મન્સ સતત જોવા મળી રહ્યું છે. હાલમાં રાજસ્થાન સામેની મેચમાં જોરદાર ઈનિંગ રમ્યા હતા. આ મેચમા કોહલીએ શાનદાર બેટિંગ કરતાં પોતાની ટીમ માટે સિઝનની આ પહેલી સદી ફરકારી હતી. એટલુ જ નહીં, તે IPL 2024માં સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો છે. IPLમાં વિરાટ કોહલીની આ 8મી સદી છે અને આ સદીના આધારે તેણે ટીમનો સ્કોર મજબૂત કર્યો હતો. વિરાટ કોહલીની ટી20 ક્રિકેટ કરિયરની આ 9મી સદી હતી.
કોહલીએ ફટકારી IPLની 8મી સદી
વિરાટ કોહલીએ આ મેચમાં તેની અડધી સદી પહેલા 39 બોલમાં સિક્સર ફટકારીને પૂરી કરી હતી અને આ દરમિયાન તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યાર પછી કોહલીએ 67 બોલમાં સદી પૂરી કરી હતી. જેમા તેણે 4 સિક્સર અને 9 ચોગ્ગા ફરકાર્યા હતા. કોહલીએ આ મેચમાં પહેલી વિકેટ માટે કેપ્ટન ફાફ ડુપ્લેસીસ સાથે મળીને 125 રનની ભાગીદારી કરીને ટીમને શાનદાર શરૂઆત કરી હતી. IPLમાં આ છઠ્ઠી વખત એવું બન્યું હતું, જ્યારે કોહલી અને ડુપ્લેસીસ વચ્ચે 100થી વધુની ભાગીદારી થઈ હોય.
કોહલીએ પૂરા કર્યા 7500 રન
વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તો છે, પરંતુ સાથે સાથે તે રાજસ્થાન સામેની ઈનિંગ દરમિયાન તે આ લીગમાં 7500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. કોહલી પછી આ લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન શિખર ધવનનું નામ આવે છે, જ્યારે ડેવિડ વોર્નર ત્રીજા નંબર પર છે.
આઈપીએલમાં સૌથી વધુ રન ખેલાડીઓ
7500 રન – વિરાટ કોહલી
6755 રન – શિખર ધવન
6545 રન – ડેવિડ વોર્નર
6280 રન – રોહિત શર્મા
5528 રન – સુરેશ રૈના
5162 રન – એબી ડી વિલિયર્સ
5119 રન – એમએસ ધોની
IPLમાં સૌથી વધુ ઓપનિંગ પાર્ટનરશિપ રન
2220 રન – વોર્નર/ધવન
1478 રન – ગંભીર/ઉથપ્પા
1461 રન – પૃથ્વી/ધવન
1432 રન – ડુ પ્લેસિસ/કોહલી
1401 રન – વોર્નર/બેરસ્ટો
ટી20માં સૌથી વધુ સદી
22 ક્રિસ ગેલ
11 બાબર આઝમ
9 વિરાટ કોહલી
8 માઈકલ ક્લિન્ગર
8 ડેવિડ વોર્નર
8 એરોન ફિન્ચ
7 લ્યુક રાઈટ
7 બ્રેન્ડન મેક્કુલમ
7 રોહિત શર્મા
7 ગ્લેન મેક્સવેલ
નોંધ- આ આંકડા અત્યારે સમાચાર લખાઈ રહ્યા છે ત્યા સુધીના છે.