IPL 2025 RCB vs PBKS : પંજાબનો 5 વિકેટે વિજય, બેંગલુરુની શરમજનક હાર, ટિમ ડેવિડની મહેનત એળે ગઈ
IPL 2025 Royal Challengers Bengaluru (RCB) vs Punjab Kings (PBKS) : આઈપીએલ-2025માં આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબનો વિજય થયો છે. આ સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. વરસાદના કારણે 14-14 ઓવરની કરાયેલી મેચમાં બેંગલુરુએ 9 વિકેટે 95 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં પંજાબની ટીમે 12.1 ઓવરમાં 5 વિકેટે 98 રન બનાવી પાંચ વિકેટે ભવ્ય વિજય મેળવી છે. પંજાબના બોલરોએ કહેર વરસાવતા બેંગલુરુની ટીમ સસ્તામાં ઓલઆઉટ થવાની શક્યતા હતી. વિરાટ કોહોલી અને કૃણાલ પંડ્યા જેવા બેટરોએ પણ શરમજનક બેટીંગ કરી હતી. જોકે સાતમાં ક્રમે આવેલા ટિમ ડેવિડે દમદાર બેટીંગ કરતા ટીમને શરમજનક સ્થિતિમાંથી બચાવી છે.
ઓછા સ્કોરે પંજાબને અપાવી જીત
મેચમાં માત્ર બેંગલુરુની જ નહીં પંજાબના બેટરોની પણ નિરાશાજનક બેટિંગ જોવા મળી હતી. ટીમ તરફથી ઓપનિંગમાં આવેલા પ્રિયાંશ આર્ય માત્ર 16 રને જ્યારે પ્રભસિમરન સિંઘ 13 રને આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ ઐય્યર 7 રન, જોશ ઈંગ્લિસ 14 રન, નેહલ વાઢેર અણનમ 33 રન, સશાંક સિંગ 1 રન, માઈક્રો સ્ટોનીકે અણનમ 7 રન નોંધાવ્યા છે.
જોશ હેઝલવુડની દમદાર બોલિંગ
પંજાબના બોલર જોશ હેઝલવુડે દમદાર બોલિંગ કરીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે બે વિકેટ ઝડપી હતી.
પંજાબના બોલરોનું દમદાર પ્રદર્શન
આ પહેલા પંજાબના બોલરોએ એક પછી એક વિકેટો ઝડપી બેંગલુરુના ખેલાડીઓને પેવેલીયન ભેગા કરી દીધા છે. પ્રથમ બોલિંગ કરનાર અર્શદીપ સિંઘે આવતાની સાથે જ પીલ શોલ્ટને ચાર રને અને વિરાટ કોહલીને એક રને આઉટ કરી દીધો છે. અર્શદીપ સિંઘે ત્રણ ઓવરમાં 23 રન આપીને બે વિકેટ ખેરવી છે. આ ઉપરાંત મેક્રો જેનસને, યુઝુવેન્દ્ર ચહલ અને હરપ્રીત બ્રારે પણ બે-બે વિકેટ ઝડપી છે. જ્યારે ઝેવિયર બાર્ટલેટ એક વિકેટ ઝડપી છે.
ટીમ ડેવિડે બેંગલુરુની મુશ્કેલીમાંથી ઉગારી
મેચ શરૂ થતાની સાથે જ બેંગલુરુની એક પછી એક વિકેટ પડી રહી હતી. જોકે સાતમાં ક્રમાંકે આવેલા ટીમ ડેવિડે સમજદારીપૂર્વક બેટિંગ કરી બેંગલુરુની ટીમને ઓછા સ્કોરમાં ઓલઆઉટ થતા બચાવી છે. ટીમમાં સૌથી વધુ ટીમ ડેવિડે 26 બોલમાં પાંચ ફોર અને ત્રણ સિક્સ સાથે 50 રન નોંધાવ્યા છે. જ્યારે કેપ્ટન રજત પાટીદારે 18 બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે 23 રન નોંધાવ્યા છે. જ્યારે બાકીના ખેલાડીઓ એક જ આંકડામાં પેવેલીયન ભેગા થઈ ગયા છે.
બંને ટીમની પ્લેઈંગ-11
બેંગલુરુ : ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, યશ દયાલ.
પંજાબ : પ્રિયાંશ આર્ય, નેહલ વાઢેરા, શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંઘ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, માર્કો જેન્સન, હરપ્રીત બ્રાર, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.