RCBમાં હવે ‘યુનિવર્સલ બોસ’થી આગળ કોહલી, KKR સામે 83 રન બનાવી વોર્નરને પણ પછાડ્યો
Image:IANS |
કોહલીએ તોડ્યો ગેલનો રેકોર્ડ
RCB તરફથી ક્રિસ ગેલ એવો બેટર હતો જેણે કોહલી પહેલા IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ કોહલીએ KKR સામે 4 છગ્ગા ફટકારીને તેના છગ્ગાની સંખ્યા 241 પર પહોંચાડી દીધી હતી અને ગેલને પાછળ છોડી દીધો હતો. ગેલના નામે 239 છગ્ગા છે. આ યાદીમાં એબી ડી વિલિયર્સ 238 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે જ્યારે મેક્સવેલ 67 છગ્ગા સાથે ચોથા સ્થાને છે.
IPLમાં RCB માટે સૌથી વધુ છગ્ગા
241 - વિરાટ કોહલી
239 - ક્રિસ ગેલ
238 - એબી ડી વિલિયર્સ
67 - ગ્લેન મેક્સવેલ
50 - ફાફ ડુ પ્લેસિસ
35 - દિનેશ કાર્તિક
31 - રોસ ટેલર
30 - રોબિન ઉથપ્પા
કોહલી વોર્નરને પછાડી બીજા સ્થાને પહોંચ્યો
વિરાટ કોહલીએ KKR સામે અણનમ 83 રનની ઇનિંગ રમી હતી. આ સાથે IPLમાં સૌથી વધુ વખત 80થી વધુ રન બનાવનાર બેટરોની યાદીમાં કોહલી ડેવિડ વોર્નરને પછાડી બીજા સ્થાને પહોંચી ગયો છે. આ લીગમાં કોહલીએ 16મી વખત 80થી વધુ રન બનાવ્યા છે, જયારે વોર્નરે 15 વખત 80થી વધુ રન બનાવ્યા છે. ક્રિસ ગેલ સૌથી વધુ 17 વખત 80થી વધુ રનની ઇનિંગ્સ રમી પ્રથમ સ્થાને છે.
IPLમાં સૌથી વધુ 80+ રન બનાવનાર બેટર
17 – ક્રિસ ગેલ
16 – વિરાટ કોહલી
15 – ડેવિડ વોર્નર
12- શિખર ધવન
11 – જોસ બટલર