IPL 2025: ગુજરાતને બેંગલુરૂને 8 વિકેટથી હરાવ્યું, જોશ બટલર અને સાઇ સુદર્શનની તોફાની બેટિંગ
IPL 2025 RCB vs GT : આઇપીએલ-2025માં 3 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો હતો. જેમાં ગુજરાતે બેંગલુરૂને 8 વિકેટથી હરાવ્યું છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત તરફથી યુવા ખેલાડી શુભમન ગિલ અને બેંગલુરુ તરફથી રજત પાટીદારે ટીમની કમાન સંભાળી હતી. જેમાં ગુજરાતે ટોસ જીતીને બેંગલુરુને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતી.
ગુજરાતની 8 વિકેટથી જીત
ગુજરાતે ટોસ જીતીને બેંગલુરૂને પહેલા બેટિંગ આપી હતી. જેમાં બેંગલુરૂએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 169 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 17.5 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. આમ, મેચમાં ગુજરાતે 8 વિકેટથી જીત મેળવી હતી.
ગુજરાત ટાઈટન્સની ઇનિંગ
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઇનિંગ
ગુજરાતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી
મેચમાં ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગીલ અને બેંગલુરુના કૅપ્ટન રજત પાટીદાર વચ્ચે ટોસ ઉછાળાયો છે, જેમાં ગુજરાત ટોસ જીતીને બેંગલુરુને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.
બેંગલુરુ સામે ગુજરાતનું પલડું ભારે
બંને ટીમોએ અત્યાર સુધી રમેલી મેચોના સ્કોર મુજબ વાત કરીએ તો બેંગલુરુ સામે ગુજરાતનું પલડું ભારે છે. આમ તો બેંગલુરુ તેની બંને મેચ રમી છે અને ગુજરાત બે મેચ રમીને એક મેચ હાર્યું છે, જોકે આ મેચોમાં ગુજરાતની ટીમે સૌથી વધુ સ્કોર નોંધાવ્યો છે. બેંગલુરુએ તેની પ્રથમ મેચમાં સાત વિકેટે 197 રન અને બીજી મેચમાં ત્રણ વિકેટે 177 રન નોંધાવ્યા હતા, જ્યારે ગુજરાતે તેની પ્રથમ મેચમાં 8 વિકેટે 196 રન અને બીજી મેચમાં પાંચ વિકેટે 232 રન નોંધાવ્યા હતા. આમ બંને ટીમે વચ્ચે આજે હાઇસ્કોરીંગ મેચ થવાની પણ સંભાવના છે.
સાઈ સુદર્શને બે ફિફ્ટી ફટકારી
સાઈ સુદર્શન ગુજરાત ટાઇટન્સ માટે મુખ્ય બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. તેણે આ સિઝનમાં સતત બે મેચમાં અડધી સદી ફટકારી છે. તે હાલમાં ગુજરાતની ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ગુજરાતનો જોસ બટલર મોટો સ્કોર કરશે તેવી અપેક્ષા છે. તેણે અડધી સદી ફટકારવા ઉપરાંત 39 રનની ઇનિંગ રમી છે.
ગુજરાત ટાઇટન્સને ભારે પડી શકે છે કોહલી
વિરાટ કોહલીએ ચિન્નાસ્વામી પર 3456 રન બનાવ્યા છે, જે T20 ક્રિકેટમાં એક ગ્રાઉન્ડ પર કોઈપણ ખેલાડી દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. તેમનો ગુજરાત ટાઇટન્સ સામે પણ સારો રૅકોર્ડ છે. કોહલીએ ગુજરાત સામે પાંચ ઇનિંગ્સમાં ત્રણ અર્ધસદી અને એક સદી ફટકારી છે.
ગુજરાત ટાઇટન્સની ટીમ
જોસ બટલર, શુભમન ગીલ (કૅપ્ટન) , સાઈ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, રશીદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, કુલવંત ખેજરોલિયા, અનુજ રાવત, ગેરાલ્ડ કોએત્ઝી, શેરફેન રૂધરફોર્ડ, માનવ સુથાર, કુમાર કુશાગ્રહ, અરશદ ખાન, ગુરનૂર બરાર, નિશાંત સિંધુ, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઈશાંત શર્મા, જયંત યાદવ, મહિપાલ લોમરોર, કરીમ જનત.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ
રજત પાટીદાર (કૅપ્ટન), વિરાટ કોહલી, યશ દયાલ, જોશ હેઝલવુડ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, રસિખ સલામ, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંઘ, ટિમ ડેવિડ, દેવદત્ત પડિક્કલ, સ્વસ્તિક ચિકારા, લુન્ગી એનગિડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી, રોમારિયે શેફર્ડ, નુવાન તુષારા, મનોજ ભંડાગે, જૈકલ બેથેલ.
આ પણ વાંચો : કરોડો રુપિયામાં વેચાયા પણ પરફોર્મન્સ ઝીરો, 5 ભારતીય દિગ્ગજ IPL-2025માં 'ફ્લોપ'