Get The App

IPL 2024 પહેલા RCBએ કરી જાહેરાત: જાણો નામની સાથે સાથે બીજા કયા બદલાવ થયા

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
IPL 2024 પહેલા RCBએ કરી જાહેરાત: જાણો નામની સાથે સાથે બીજા કયા બદલાવ થયા 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2024 બુધવાર

આઈપીએલ 2024 પહેલા વિરાટ કોહલી સ્ટારર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાનું નામ બદલવાનો સંકેત આપ્યો હતો જે આજે પૂરો કર્યો અને રોયલ ચેલેન્જર્સથી બેંગ્લોરનું નામ હટાવીને બેંગ્લુરુ કરી દીધુ. RCB એ પોતાના સત્તાવાર યુટ્યૂબ ચેનલ પર વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ અને RCB મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાની સાથે ટીમની નવી જર્સીને લોન્ચ કરી અને સાથે જ આ ઈવેન્ટમાં નામને બદલવાનું પણ એલાન કર્યુ. ટીમ મેનેજમેન્ટે શહેરના નવા નામને જોતા ફ્રેંચાઈઝીનું નામ બદલ્યુ છે. જેનાથી ટીમથી વધુથી વધુ ચાહકો જોડાઈ શકે.

શોર્ટ ફોર્મમાં કોઈ ફેરફાર થશે નહીં

બેંગ્લુરુની ફ્રેંચાઈઝીએ યુટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમ દરમિયાન એલાન કર્યુ કે હવે RCBનું નામ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બદલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ હશે. ભારત સરકારે 1 નવેમ્બર 2014એ બેંગ્લોર શહેરનું નામ બદલીને બેંગ્લુરુ કરી દીધુ હતુ. આ વાતને ધ્યાનમાં રાખીને ફ્રેંચાઈઝીએ નામ બદલવાનો નિર્ણય લીધો. RCB Unbox Event 2024 દરમિયાન વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસી અને સ્મૃતિ મંધાનાએ મળીને ટીમના નવા નામનું એલાન કર્યુ.

તાજેતરમાં જ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપમાં RCBની મહિલા ટીમે WPL 2024નો ખિતાબ જીત્યો હતો. હવે વિરાટ કોહલી પણ તે ટીમનો ભાગ રહેવા ઈચ્છે છે. જ્યારે પણ આરસીબી પોતાનો પહેલો ખિતાબ જીતે. તેમણે આઈપીએલ 2024 પહેલા કહ્યુ હતુ સૌ જાણે છે કે RCB જ્યારે પણ પહેલી વખત ખિતાબ જીતશે હુ આ ગ્રૂપનો ભાગ રહીશ. હુ આ ફ્રેંચાઈઝીને ચેમ્પિયન બનાવવાનો પૂર્ણ પ્રયત્ન કરીશ. મારુ પણ સપનુ છે કે હુ IPL ટ્રોફી જીતવાના અનુભવને અનુભવી શકુ. આશા છે કે અમે આ વર્ષે કરી શકીશુ.

RCBએ બીજા શું ફેરફાર કર્યા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પહેલો મુકાબલો 22 માર્ચે જ યેલો આર્મી સાથે થશે. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ સાથે થશે. આ પહેલા આરસીબીએ ન માત્ર નામ બદલ્યુ પરંતુ બે મોટા ફેરફાર કર્યા છે. RCBએ પોતાની જર્સી પણ બદલી દીધી અને ટીમનો લોગો પણ પૂર્ણ રીતે બદલી દીધો છે. જર્સી પહેલાની જેમ લાલ છે, પરંતુ આ વખતે ટી-શર્ટની ઉપરના ભાગ પર કાળાના બદલે ડાર્ક બ્લૂનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News