રવીન્દ્ર જાડેજાના સવાલ અને રોહિત શર્માના જવાબ, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વાતચીતનો વીડિયો વાઇરલ
Champions Trophy 2025 : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહ્યો છે. આ વીડિયોની શરૂઆતમાં રોહિત શર્મા અને જાદુઈ સ્પીનર રવીન્દ્ર જાડેજા વચ્ચે કંઇક વાતચીત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમાં બંને વાત કરી રહ્યા છે કે, કોણ ICC મીડિયા ડે પર સૌથી વધુ વખત ગયા છે?
વાઇરલ વીડિયોમાં રોહિત અને જાડેજા વચ્ચે શું વાતચીત થઇ?
રવીન્દ્ર જાડેજાનાં આ સવાલ પર રોહિત શર્મા જવાબ આપતા કહે છે કે, 'હું 9 T20 વર્લ્ડકપ સિવાય 3 વનડે વર્લ્ડકપ, 2 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફી સાથે કુલ 17 વખત ICC મીડિયા ડે પર જઈ ચૂક્યો છું.' રોહિતના જવાબની પ્રતિક્રિયા આપતા જાડેજા એ કહ્યું હતું કે, 'હું અમુક ICC ઇવેન્ટમાં રમ્યો નથી.' હવે સોશિયલ મીડિયા પર રોહિત અને જાડેજાનો આ વીડિયો ખૂબ વાઈરલ તહી રહ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે
અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. ભારતીય ટીમની પહેલી મેચ બાંગ્લાદેશ સામે છે. બાંગ્લાદેશ બાદ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ પાકિસ્તાન અને ન્યુઝીલૅન્ડ સામે મેચ રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીના રોજ રમાશે. જ્યારે ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચે 2 માર્ચના રોજ મેચ રમાશે. ભારતીય ટીમ પોતાની બધી જ મેચો દુબઈમાં રમશે.