Get The App

રણજીમાં રવીન્દ્ર જાડેજાનો તરખાટ! 50 બોલમાં એક પણ રન ન આપ્યો, એક જ મેચમાં 12 વિકેટો ઝડપી

Updated: Jan 24th, 2025


Google News
Google News
રણજીમાં રવીન્દ્ર જાડેજાનો તરખાટ! 50 બોલમાં એક પણ રન ન આપ્યો, એક જ મેચમાં 12 વિકેટો ઝડપી 1 - image

Ravindra Jadeja's brilliance in Ranji Trophy : હાલમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં દિલ્હી સામેની પહેલી ઇનિંગમાં સ્પીનર રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી પરંતુ બીજી ઇનિંગમાં તેણે વિસ્ફોટક બોલિંગ કરી 7 વિકેટ ઝડપી વિરોધી ટીમને ઘૂંટણિયે લાવી દીધી હતી. બીજી ઇનિંગમાં જાડેજાએ રિષભ પંતને પણ છોડ્યો ન હતો. જાડેજાની બોલિંગ સામે દિલ્હીનો એક પણ બેટર ટકી શક્યો ન હતો. દિલ્હીની ટીમ માત્ર 94ના સ્કોર પણ સમેટાઈ ગઈ હતી. જાડેજાએ બીજી ઇનિંગમાં માત્ર 38 રન આપીને 7 વિકેટ લીધી હતી. આ રીતે આખી મેચમાં જાડેજાએ કુલ 12 વિકેટ ઝડપી હતી.

જાડેજાની વિસ્ફોટક બોલિંગ સામે બેટરો ઘૂંટણિયે 

બીજી ઇનિંગમાં તો જાડેજાએ બોલિંગમાં કમાલ કરી દીધી હતી. રાજકોટની સ્પીન ફ્રેન્ડલી પીચ પર જાડેજાની બોલિંગ દિલ્હીનો એક પણ બોલર ટકી શક્યો ન હતો. જાડેજા પહેલા ઓપનર સનત સાંગવાનને આઉટ કર્યો હતો. ત્યારબાદ અર્પિત રાણા જાડેજાની બોલિંગનો શિકાર બન્યો હતો? અને પછી આ જ લાઈનમાં જોન્ટી સિદ્ધુ અને રિષભ પંતને જાડેજાએ પવેલિયન ભેગા કરી દીધા હતા. મયંક ગૌસાઈને આઉટ કરી જાડેજાએ પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. આ પછી સુમિત માથુર પણ જાડેજાના બોલનો શિકાર બન્યો હતો. દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીની વિકેટ ઝડપીને જાડેજાએ સાત વિકેટ લીધી હતી. જાડેજા એ બીજી ઇનિંગમાં 50 ડોટ બોલ ફેંકીને એક દિલ્હીના બેટરોને એક રન લેવા માટે પણ તરસાવી દીધા હતા.      

આ પણ વાંચોઃ અમ્પાયર્સ સાથે બાખડી પડ્યો ખેલાડી, મેચ 15 મિનિટ અટકતાં BCCIએ લગાવ્યો પ્રતિબંધ

રણજી ટ્રોફીમાં જાડેજાનો રેકોર્ડ

જો આપને રવીન્દ્ર જાડેજાના રણજી ટ્રોફીના રેકોર્ડની વાત કરીએ તો તેણે 19મી વખત પાંચ વિકેટ ઝડપવાનું કારનામું કરી દેખાડ્યું છે. આ સિવાય તેણે છઠ્ઠી વખત કોઈ એક મેચમાં 10 વિકેટ લીધી છે. જાડેજાએ 46 રણજી ટ્રોફી મેચમાં 208 વિકેટ ઝડપી છે. આ  દરમિયાન તેની બોલિંગની સરેરાશ 21.25 રહી હતી.રણજીમાં રવીન્દ્ર જાડેજાનો તરખાટ! 50 બોલમાં એક પણ રન ન આપ્યો, એક જ મેચમાં 12 વિકેટો ઝડપી 2 - image


Tags :
Ravindra-JadejaRanji-Trophy

Google News
Google News