IND vs NZ 3rd Test: રવીન્દ્ર જાડેજાએ 10 વિકેટ ખેરવી રચ્યો ઈતિહાસ, કારકિર્દીમાં પહેલીવાર કરી આ કમાલ
Ravindra Jadeja : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રમાઈ રહી હતી. જેમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પગ્યો હતો. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને બીજી ઇનિંગમાં 174 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. રવીન્દ્ર જાડેજાએ આ બંને ઇનિંગ્સમાં ભારત માટે શાનદાર બોલિંગ કરી હતી. અને કુલ 10 વિકેટ લીધી હતી. આ જોરદાર પ્રદર્શનના આધારે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
જાડેજાએ હાંસલ કરી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ
મેચની પહેલી ઇનિંગમાં જાડેજાએ 22 ઓવરમાં 65 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં તેણે ફરીથી 13.5 ઓવરમાં 55 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે જાડેજાએ એક જ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં પાંચ-પાંચ વિકેટ લીધી હોય. આ સાથે જ તેણે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી લીધી છે.
આવું કરનાર જાડેજા બન્યો બીજો ભારતીય સ્પીનર
ટેસ્ટ ક્રિકેટમાં આ તેનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ તેણે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. જ્યારે તેણે એક જ મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં પાંચ-પાંચ વિકેટ લેનાર તે બીજો ભારતીય સ્પીનર બની ગયો છે. તેના પહેલા રવિચંદ્રન અશ્વિને આ સિદ્ધિ મેળવી હતી.
ન્યૂઝીલેન્ડનું ભારત સામે ક્લીન સ્વીપ
આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે 147 રનનું લક્ષ્ય આપ્યું હતું. પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડે 235 રન અને બીજી ઇનિંગમાં 174 રન બનાવ્યા હતા. સામે ભારતીય ટીમર પહેલી ઇનિંગમાં 263 રન સાથે 28 રનથી આગળ હતું. પરંતુ બીજી ઇનિંગમાં 121ના સ્કોર સમેટાઈ ગઈ હતી. અને 25 રનથી મેચ હારી ગઈ હતી. ભારત આ સીરિઝ 3-0થી હારી ગયું હતું.