રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ બાદ ભાવુક થયા ક્રિકેટના ભગવાન, ભરપેટ વખાણ કરીને જુઓ શું કહ્યું
નવી દિલ્હી: ભારતે 29 જૂને શનિવારે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ વર્લ્ડ કપ ટ્રોફી માટે ભારતે 13 વર્ષ રાહ જોવી પડી હતી. અને બીજી વખત ટી20 વર્લ્ડકપ જીતવામાં ભારતને 17 વર્ષ રાજ જોવી પડી હતી. આ પહેલા ભારતે 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે સૌથી પહેલા 2007માં ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી.
ટી 20 વર્લ્ડકપ જીતવાની સાથે ટીમમાંથી કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ ક્રિકેટના આ ફોરમેટમાંથી નિવૃતિ પણ જાહેર કરી દીધી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જેના પગલે સચિને જાડેજા વિશે કહ્યું હતું કે તેણે આપણને બધાને ચોંકાવી દીધા છે.
સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું હતું કે કે , 'ઊભરતા ખેલાડીથી એક સિનિયર ખેલાડી સુધીની સફર જોરદાર રહી. વીજળી વેગે ફિલ્ડિંગ હોય, બોલિંગ સ્પેલ હોય કે બેટિંગથી મહત્વની ઇનિંગ્સ, તે અમને બધાને હંમેશા આશ્ચર્યચકિત કર્યા છે. અદ્ભુત T20I કારકિર્દી માટે અભિનંદન. તને ક્રિકેટના લાંબા ફોરમેટ માટે મારી શુભેચ્છાઓ.'
રવિન્દ્ર જાડેજાએ પોતાની 15 વર્ષની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 74 મેચ રમી હતી. તેણે આ મેચોમાં 54 વિકેટ લીધી અને 515 રન પણ બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 46 રન હતો. જાડેજાએ આ મેચોમાં 21.45ની એવરેજથી રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 127.16 હતો. હવે તેણે પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરંતુ તે IPLમાં હજુ પણ રમતો જોવા મળશે. આ સિવાય જડ્ડુ વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયા માટે રમતો રહેશે.