વાહ બાપુ વાહ... રાજકોટમાં રોહિત બાદ જાડેજાએ રંગ રાખ્યો, સદી ફટકારી તલવારની જેમ બેટ ફેરવ્યું

કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
વાહ બાપુ વાહ... રાજકોટમાં રોહિત બાદ જાડેજાએ રંગ રાખ્યો, સદી ફટકારી તલવારની જેમ બેટ ફેરવ્યું 1 - image


Ravindra Jadeja Century IND vs ENG 3rd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતની શરૂઆત સારી ન રહી અને ભારતે 33 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી હતી. આ પછી કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ભારતની ઇનિંગ સંભાળી હતી. રોહિત શર્મા રાજકોટમાં તેના ટેસ્ટ કરિયર 11મી સદી ફટકારી હતી. આ પછી હવે રવિન્દ્ર જાડેજાએ પણ સદી ફટકારી છે.

રોહિત શર્મા સાથે મળીને 204રનની ભાગીદારી કરી

કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. આ પછી રોહિત શર્મા 131 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો, પરંતુ જાડેજાએ અડગ રહીને સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ ભારત તરફથી બેટિંગ કરતા 198 બોલમાં સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા.

ઇંગ્લેન્ડ સામે બીજી સદી ફટકારી

ઇંગ્લેન્ડ સામે રવિન્દ્ર જાડેજાની આ બીજી સદી છે. જયારે તેના ટેસ્ટ કરિયરની આ ચોથી સદી છે. રવિન્દ્ર જાડેજાએ આ મેચની પ્રથમ ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્મા સાથે 200થી વધુ રનની ભાગીદારી કરી હતી, તો તેણે સરફરાઝ ખાન સાથે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. આ પછી સરફરાઝ ખાન 62 રન બનાવીને રનઆઉટ થયો હતો.

વાહ બાપુ વાહ... રાજકોટમાં રોહિત બાદ જાડેજાએ રંગ રાખ્યો, સદી ફટકારી તલવારની જેમ બેટ ફેરવ્યું 2 - image


Google NewsGoogle News