VIDEO | વિચિત્ર રીતે આઉટ થયો 'ગુજ્જુ ખેલાડી', IPLના ઈતિહાસમાં ત્રીજી વખત બની આવી ઘટના
Image Social Media |
IPL 2024: આઈપીએલની 17મી સિઝનમાં ગઈ કાલ રવિવાર તા. 12 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને રાજસ્થાન રોયલ્સ સામે થર્ડ અમ્પાયર દ્વારા ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ (ફિલ્ડિંગમાં અડચણ પહોચાડવા બદલ) આઉટ આપવામાં આવ્યો હતો. મેચમાં જાડેજાને વિચિત્ર રીતે આઉટ કરવામાં આવ્યો હતો, જે IPLના ઈતિહાસમાં ખૂબ જ ઓછી જોવા મળે છે.જાડેજાએ આ મેચમાં 6 બોલમાં 4 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ આ મેચ 5 વિકેટથી જીતી લીધી હતી.
Ravindra Jadeja given out obstructing the field.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2024
- 3rd time happened in IPL history. pic.twitter.com/lJNolzBc1L
હકીકતમાં જાડેજાને ' ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ' આપવામાં આવ્યો હતો. ક્રિકેટના નિયમ પ્રમાણે ફિલ્ડિંગમાં અવરોધ ઉભો કરવા બદલ આ બેટરને આ રીતે આઉટ કરવામાં આવ્યો હતો. જાડેજા તેની સિઝન દરમિયાન 15મી ઓવરના 5માં બોલ પર આવેશ ખાનના બોલને થર્ડ મેન તરીકે રમતાં અને રન લેવા ઝડપથી દોડવા લાગ્યો હતો.
સેમસને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડની અપીલ કરી હતી
આ મેચમાં 142 રનના ટાર્ગેટને પૂરો કરવા ઉતરેલા જાડેજાએ 6 બોલમાં 4 રન કર્યા હતા. તે અવેશ ખાનનો બોલ થર્ડ મેન તરીકે રમ્યો હતો. આ દરમિયાન બીજો રન લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સામે ઉભેલા રુતુરાજ ગાયકવાડે રન લેવાની ના પાડી દીધી હતી. પરંતુ તે સમયે જાડેજા અડધી પીચે પર પહોચી ગયો હતો, ત્યાથી પરત ફર્યો હતો. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના વિકેટકિપર સંજુ સેમસન તેને આઉટ કરવા માટે થ્રો કર્યો હતો. ત્યારે જાડેજા આ થ્રોની વચ્ચે આવી ગયો હતો. જેથી સેમસને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડની અપીલ કરી હતી.
તમને જણાવી દઈએ કે, IPLમાં જાડેજા આ રીતે આઉટ થનારા ત્રીજા ખેલાડી છે. આ પહેલા 2013માં યુસુફ પઠાન અને 2019માં અમિત મિશ્રા આઉટ થયા હતા.