અશ્વિનની નિવૃત્તિ પર પત્ની પ્રીતિનો 'લવ લેટર', ભાવુક પોસ્ટ કરીને જુઓ શું કહ્યું
image : instagram |
Prithi Narayanan on Ravichandran Ashwin : ભારતીય ક્રિકેટ ટીમનો જાદુઈ સ્પીનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બ્રિસબેન ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. હવે અશ્વિન IPL કે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતો જોવા મળશે. અશ્વિને તેની કારકિર્દી દરમિયાન ઘણાં મોટા રેકોર્ડ બનાવ્યા છે. હવે અશ્વિનની નિવૃત્તિ બાદ તેની પત્ની પ્રીતિ નારાયણે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.
હું વિચારી રહી હતી કે હું શું કહું
ઇન્સ્ટાગ્રામ પર અશ્વિનની પોસ્ટ શેર કરતા પ્રીતિ નારાયણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'છેલ્લા બે દિવસ મારા માટે ખૂબ જ અસ્પષ્ટ રહ્યા છે. હું વિચારી રહી હતી કે હું શું કહું... શું મારે આ મારા પ્રિય ક્રિકેટર માટે લખવું જોઈએ? કદાચ મારે ફક્ત એક પાર્ટનર તરીકે બોલવું જોઈએ? અથવા કદાચ કોઈ ફેનગર્લનો પ્રેમ પત્ર? મને લાગે છે કે તે આ બધું જ થોડું-થોડું સામેલ છે.'
શું લખ્યું પ્રીતિ નારાયણે?
અશ્વિનની નિવૃત્તિ અને તેણે લખ્યું હતું કે, 'જ્યારે મેં અશ્વિનની પ્રેસ કોન્ફરન્સ જોઈ ત્યારે મને નાની-મોટી બધી જ ક્ષણો યાદ આવી ગઈ. છેલ્લા 13-14 વર્ષની ઘણી બધી યાદો છે. મોટી જીત, મેન ઓફ ધ મેચ પુરસ્કારો, રોમાંચક મેચ પછી અમારા રૂમનું મૌન, કેટલીક રમત પછી વધુ સમય સુધી ચાલતા શાવરનો અવાજ, જયારે તે પોતાના માની વાત લખતા ત્યારે કાગળ પર પેન્સિલનો અવાજ, જ્યારે તે રમતની યોજનાઓ બનાવતો હતો ત્યારે ફૂટેજ વીડિયોનું સતત સ્ટ્રીમિંગ, દરેક રમત માટે જતા પહેલા ધ્યાન કરવાની શાંતિ, અમુક ગીતો જે મનને રિલેક્સ કરતા હોય ત્યારે સતત વાગતા હોય....ને એ સમયને યાદ કર્યો જ્યારે અમે ખુશીથી રડ્યા હતા - ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પછી,ગાબા જીત પછી, T20માં પુનરાગમન કર્યા પછી... તે સમયે જ્યારે અમે ચૂપચાપ બેઠા હતા અને તે સમયે જ્યારે અમારું હૃદય તૂટી ગયું હતું.'
તમે મને જે દુનિયા સાથે પરિચય કરાવ્યો.......
પ્રીતિએ પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે, 'ડિયર અશ્વિન, કીટ બેગ કેવી રીતે પેક કરવી તે જાણતા ન હોવાથી લઈને વિશ્વભરના સ્ટેડિયમમાં તમને ફોલો કરવા, તમારું સમર્થન કરવું, તમને જોવું અને તમારી પાસેથી શીખવું, તે મારા માટે સંપૂર્ણ આનંદની વાત રહી છે. તમે મને જે દુનિયા સાથે પરિચય કરાવ્યો, તેણે મને મારી ગમતી રમતનો આનંદ માણવાની તક આપી. મને એ શીખવા મળ્યું કે કેટલા ઝનુન, સખત મહેનત અને શિસ્તની જરૂર હોય છે. અને ક્યારેક તો એ પણ પૂરતું નથી. કેવી રીતે એવોર્ડ્સ, પ્લેયર ઓફ ધ મેચ, પ્રશંસા, રેકોર્ડ્સથી કોઈ ફરક પડતો નથી'.
'આપણા બાળકોને પાગલ ન કરો, બસ આટલું કરો.'
તેમણે આગળ લખ્યું હતું કે, કેટલીકવાર કંઈપણ પૂરતું હોતું નથી. હું તમને ફક્ત એ જણાવવા માંગુ છું કે બધું બરાબર છે. બધું સારું થવાનું છે. તમારા પર રહેલા ભારને ઓછો કરવાનો આ સમય છે. તમે પોતાની શરતો પર જીવન જીવો, વધુ કેલરી માટે જગ્યા બનાવો, તમારા પરિવાર માટે સમય કાઢો, કંઈ ન કરવા માટે પણ સમય કાઢો, આખો દિવસ મીમ્સ શેર કરો, બોલિંગમાં નવી વિવિધતાઓ લાવો, આપણા બાળકોને પાગલ ન કરો, બસ આટલું કરો.'