ઈંગ્લેન્ડ સામેની મેચમાં અધવચ્ચે અશ્વિન ટીમથી ખસી ગયો, જાણો શું છે કારણ, ભારતીય ટીમ મુશ્કેલીમાં!
હવે તેની જગ્યાએ કોણ રમશે તેનું નામ હજું સુધી ફાઈનલ કરી શકાયું નથી
image : IANS |
Ind vs Eng Score 3rd Test Day 3: ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે, જે નિર્ણાયક બનવા જઈ રહ્યો છે. આજની રમત પરથી લગભગ જાણી શકાશે કે બેઝબોલ જીતશે કે ભારતીય ટીમ બાજી મારી જશે. જોકે ત્રીજા દિવસની રમતની શરૂઆત થાય તે પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને મેચમાં અધવચ્ચેથી પોતાનું નામ પાછું ખેંચી લેતાં ટીમમાંથી ખસી ગયો છે. જોકે તેમણે મેડિકલ ઈમરજન્સીના કારણે આ નિર્ણય લીધો હતો. હવે તેની જગ્યાએ કોણ રમશે તેનું નામ હજું સુધી ફાઈનલ કરી શકાયું નથી.
અત્યાર સુધીની મેચમાં શું છે સ્થિતિ?
અત્યાર સુધીની મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 445 રન બનાવ્યા. ત્યારપછી બીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડની ટીમે 2 વિકેટ ગુમાવીને 207 રન બનાવી લીધા હતા. હવે ત્રીજા દિવસે આ સ્કોર સાથે રમતની શરૂઆત થશે. ઈંગ્લેન્ડ માટે બેન ડકેટ 133 રન અને જો રૂટ 9 રન બનાવીને અણનમ છે. આ બંને ત્રીજા દિવસે રમતની શરૂઆત પણ કરશે. ભારતીય ટીમ તરફથી અત્યાર સુધી સ્પિન સ્ટાર રવિચંદ્રન અશ્વિન અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી હતી. અશ્વિનની ટેસ્ટ કારકિર્દીની આ 500મી વિકેટ પણ હતી.