Get The App

VIDEO: પાકિસ્તાની ખેલાડીની ગજબની બેટિંગ જોઈ ફિદા થયો આ ભારતીય ક્રિકેટર, પોસ્ટ થઈ વાઈરલ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
VIDEO: પાકિસ્તાની ખેલાડીની ગજબની બેટિંગ જોઈ ફિદા થયો આ ભારતીય ક્રિકેટર, પોસ્ટ થઈ વાઈરલ 1 - image
Image : Instagram

Ravichandran Ashwin On Kamran Ghulam : પાકિસ્તાનમાં મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલા દિવસે પાકિસ્તાનની ટીમે 5 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટીમે આગામી 2 ટેસ્ટ માટે ટીમમાં 4 ફેરફાર કર્યા છે.

આગામી ટેસ્ટ મેચ માટે બાબર આઝમ, નસીમ શાહ, સરફરાઝ અહેમદ અને શાહીન શાહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ સ્થિતિમાં બીજી ટેસ્ટ માટે બાબર આઝમની જગ્યાએ કામરાન ગુલામને પ્લેઈંગ 11 માટે તક આપવામાં આવી છે. પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ કામરાન ગુલામે તોફાની બેટિંગ કરી અને સદી ફટકારી હતી. કામરાન ગુલામે 224 બોલનો સામનો કરીને 118 રન બનાવ્યા હતા. જેમાં તેણે 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. સઈમ અય્યુબ અને કામરાન ગુલામ વચ્ચે ત્રીજી વિકેટ માટે 149 રનની ભાગીદારી થઇ હતી. કામરાનની શાનદાર ઇનિંગને લઈને તેની પ્રશંસા થઇ રહી છે. ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પર કામરાનની ઇનિંગ પ્રશંસા કરી હતી.  

અશ્વિને 'X' પર લખ્યું, 'બાબર આઝમ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન તોફાની સદી ફટકારનાર કામરાન ગુલામની પણ વાત કરવી જોઈએ. જેણે એક તોફાની સદી ફટકારી છે.'

આ પણ વાંચો : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં હડકંપ, હેડ કોચને કરાયા સસ્પેન્ડ, ખેલાડીએ લગાવ્યો હતો ગંભીર આરોપ

પાકિસ્તાનની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે કામરાન ગુલામ બેટિંગ કરવા આવ્યો 

પાકિસ્તાનની ટીમ જયારે મુશ્કેલીમાં હતી ત્યારે કામરાન ગુલામ બેટિંગ કરવા આવ્યો હતો. ટીમે 19 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ડેબ્યૂ ટેસ્ટ રમવા આવેલા કામરાન અને અય્યુબે સાથે મળીને ટીમનો સ્કોર 168 સુધી પહોંચાડ્યો હતો. મેથ્યુ પોટ્સે 56મી ઓવરના છેલ્લા બોલ પર આ ભાગીદારી તોડી હતી. અય્યુબે 160 બોલમાં 77 રન બનાવ્યા હતા.

VIDEO: પાકિસ્તાની ખેલાડીની ગજબની બેટિંગ જોઈ ફિદા થયો આ ભારતીય ક્રિકેટર, પોસ્ટ થઈ વાઈરલ 2 - image


Google NewsGoogle News