Get The App

8 વખત 10 વિકેટો ઝડપી, ટેસ્ટમાં ફટકારી 6 સદી, ઘણીવાર અશ્વિન ટીમ ઈન્ડિયાનો સંકટમોચક બન્યો

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
8 વખત 10 વિકેટો ઝડપી, ટેસ્ટમાં ફટકારી 6 સદી, ઘણીવાર અશ્વિન ટીમ ઈન્ડિયાનો સંકટમોચક બન્યો 1 - image


Ravichandran Ashwin : ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઑફ સ્પીનર ​​રવિચંદ્રન અશ્વિને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. જ્યારે અશ્વિને ગાબા ટેસ્ટ પછી નિવૃત્તિ જાહેરાત કરી ત્યારે તે ICC બોલર રેન્કિંગમાં 5માં સ્થાને હતો. આ સિવાય ICC રેન્કિંગમાં તે નંબર 3 ઓલરાઉન્ડર હતો. અશ્વિને માત્ર બોલથી જ નહી પરંતુ સદી ફટકારીને પણ ભારત માટે ઘણી મેચો પણ જીતી હતી. અશ્વિન આગામી સમયમાં IPL સહિત ક્લબ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તે IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતો જોવા મળશે.

અશ્વિનનો બોલિંગ રેકોર્ડ

ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનો બોલિંગ રેકોર્ડ જબરદસ્ત રહ્યો હતો. અશ્વિને નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હીમાં ટેસ્ટ રમી ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અશ્વિને 106 ટેસ્ટ મેચમાં 24.00ની સરેરાશથી 537 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન અશ્વિને ઇનિંગ્સમાં 37 વખત પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે મેચમાં 8 વખત 10 વિકેટ લીધી હતી. ઇનિંગ્સમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 7/59 રહ્યું હતું. જ્યારે ટેસ્ટ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13/140 રહ્યું હતું.

વનડે ઈન્ટરનેશનલમાં અશ્વિનનો રેકોર્ડ

અશ્વિને 116 વનડે ઈન્ટરનેશનલ મેચોમાં 33.20ની સરેરાશ સાથે 156 વિકેટ ઝડપી હતી. વનડે ક્રિકેટમાં તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 25 રન આપીને 4 વિકેટ ઝડપવાનું હતું. બીજી તરફ અશ્વિને 65 T20I મેચોમાં 23.22ની સરેરાશથી 72 વિકેટ લીધી હતી. T20Iમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 8 રન આપી 4 વિકેટ ઝડપી હતી. 

T20Iમાં અશ્વિનનો રેકોર્ડ 

જો અશ્વિનની બેટિંગનો રેકોર્ડની વાત કરવામાં આવે તો ટેસ્ટ મેચોમાં તેનું પ્રદર્શન ઘણું શરુ રહ્યું હતું. અશ્વિને 151 ટેસ્ટ ઇનિંગ્સમાં 25.75ની સરેરાશથી 3503 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 સદી અને 14 અડધી સદી ફટકારી હતી. વન ડેમાં તેણે 63 ઇનિંગ્સમાં 707 રન બનાવ્યા હતા. જો કે T20Iમાં અશ્વિન 19 ઇનિંગ્સમાં માત્ર 184 રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચો : ટીમ ઇન્ડિયાને ઝટકો, દિગ્ગજ સ્પિનર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

જ્યારે પણ અશ્વિને સદી ફટકારી ત્યારે ભારત હાર્યું નથી   

તાજેતરમાં અશ્વિને સપ્ટેમ્બરમાં તેના ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં શાનદાર સદી (113) ફટકારી હતી. તેણે રવીન્દ્ર જાડેજા (86) સાથે 199 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં ભારતીય ટીમ એક સમયે પહેલી ઇનિંગમાં 144/6 પર સંઘર્ષ કરી રહી હતી. ત્યારબાદમાં અશ્વિને આ મેચમાં 6 વિકેટ લીધી હતી અને ભારતીય ટીમની 280 રનથી શાનદાર જીત મેળવી હતી. જેમાં અશ્વિનની મહત્ત્વની ભૂમિકા રહી હતી. જ્યારે પણ અશ્વિને ભારત માટે ટેસ્ટમાં સદી ફટકારી હતી, ત્યારે ભારતીય ક્યારેય મેચ હાર્યું નથી.8 વખત 10 વિકેટો ઝડપી, ટેસ્ટમાં ફટકારી 6 સદી, ઘણીવાર અશ્વિન ટીમ ઈન્ડિયાનો સંકટમોચક બન્યો 2 - image


Google NewsGoogle News