અશ્વિને વોનને રોકડું પરખાવ્યું, પૂર્વ ઈંગ્લિશ કેપ્ટને ભારતને સૌથી ઓછી સિદ્ધિ મેળવનાર ટીમ કહી હતી

સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતને એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો

કેપટાઉનમાં ભારત 31 વર્ષ બાદ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચ જીત્યું હતું

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
અશ્વિને વોનને રોકડું પરખાવ્યું, પૂર્વ ઈંગ્લિશ કેપ્ટને ભારતને સૌથી ઓછી સિદ્ધિ મેળવનાર ટીમ કહી હતી 1 - image
Image:Twitter

Ravichandran Ashwin Reply To Michael Vaughan : સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે એક ઇનિંગ અને 32 રનથી પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમની ખુબ ટીકા કરવામાં આવી હતી. જેમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ભારતીય ટીમને સૌથી ઓછી સિદ્ધિ મેળવનાર ટીમ પણ કહી દીધું હતું. હવે ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્વિને વોનને જડબાતોડ જવાબ આપ્યો છે.

અશ્વિને માઈકલ વોનને આપ્યો જડબાતોડ જવાબ 

અશ્વિને કહ્યું, ‘વોને પ્રથમ ટેસ્ટ બાદ આ નિવેદન આપ્યું હતું કે ભારત સૌથી ઓછી સિદ્ધિ મેળવનાર ટીમ છે. હા, ભલે અમે ઘણાં વર્ષોથી ICC ટ્રોફી જીતી શક્યા નથી, પરંતુ અમે પોતાને રમતનું પાવર હાઉસ કહીએ છીએ. ઇન્ડિયન ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાંક સમયથી વિદેશોમાં સૌથી સારું પ્રદર્શન કરનાર ટીમોમાંની એક છે. વોનના નિવેદન બાદ અમારા દેશના નિષ્ણાતો સવાલો ઉઠાવવા લાગ્યા કે શું ભારત સૌથી ઓછી સિદ્ધિ મેળવનાર દેશ છે? ખરેખર, આ સાંભળીને મને હસવું આવે છે.

સેન્ચુરિયનમાં હાર બાદ વોને કરી હતી ભારતીય ટીમની ટીકા

સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ માઈકલ વોને કહ્યું હતું કે, ‘ભારત પાસે જે પ્રકારની પ્રતિભા છે તે મુજબ તેઓ કઈ નથી જીતતા એવું મારું માનવું છે. આટલી પ્રતિભા હોવા છતાં પણ છેલ્લે તેમણે શું જીત્યું હતું ? ઓસ્ટ્રેલિયામાં બે વખત જીત્યા પરંતુ છેલ્લા વર્લ્ડકપમાં તેમને કંઈ ન મળ્યું. તમે સાઉથ આફ્રિકા ગયા. તમને ખબર છે કે ટેસ્ટ ક્રિકેટમાં તમારા માટે કોણ યોગ્ય છે અને આવું પ્રદર્શન કરવું…મારો મતલબ એ છે કે તમામ પ્રતિભા હોવા છતાં, મને નથી લાગતું કે તે કંઈપણ જીતશે.’ 

અશ્વિને વોનને રોકડું પરખાવ્યું, પૂર્વ ઈંગ્લિશ કેપ્ટને ભારતને સૌથી ઓછી સિદ્ધિ મેળવનાર ટીમ કહી હતી 2 - image


Google NewsGoogle News