દુનિયાના 5 દિગ્ગજ બોલર જેમણે ટેસ્ટમાં સૌથી વધુ બેટર્સને કર્યા બોલ્ડ, જેમાં એક ભારતીય
Ravichandran Ashwin Breaks Record Of Clean Bold: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જારી 3 મેચોની ટેસ્ટ સિરિઝનો બીજો મુકાબલો શરૂ થઈ ચૂક્યો છે. ફરી એકવાર ચાહકોની નજર દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પર મંડરાઈ છે. અશ્વિને પુણે ટેસ્ટમાં જે આકર્ષક પર્ફોર્મન્સ આપ્યું છે, તે ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખતાં આ મેચમાં પણ તે ઉમદા પર્ફોર્મ કરે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.
શેન વોર્નના રેકોર્ડ નજીક
ઉલ્લેખનીય છે, પુણે ટેસ્ટમાં અશ્વિને 9 બેટ્સમેનને ક્લિન બોલ્ડ કરતાં શેન વોર્નનો ખાસ રેકોર્ડ તોડવા નજીક પહોંચ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત બેટ્સમેનને ક્લિન બોલ્ડ કરતાં પેવેલિયન ભેગા કરવાનો રેકોર્ડ શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 230 ટેસ્ટ મેચમાં 167 ક્રિકેટર્સને ક્લિન બોલ્ડ કર્યા હતા.
આ પણ વાંચોઃ T20ની એક જ ઈનિંગમાં 344 રન, એક સાથે 10 રેકોર્ડ સર્જાયા, ટીમ ઈન્ડિયા પણ થઈ પાછળ
સૌથી વધુ ક્લિન બોલ્ડ કરનાર ખેલાડી
ટેસ્ટ મેચના શ્રેષ્ઠ બોલર્સ
મુરલીધરન બાદ બીજા સ્થાને ઈંગ્લેન્ડનો પૂર્વ બોલર જેમ્સ એન્ડરસન છે. જે 350 ટેસ્ટ મેચમાં 137 ક્રિકેટર્સને બોલ્ડ કર્યા છે. ત્રીજા સ્થાને દિવંગત પૂર્વ ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્ને 273 ટેસ્ટ મેચમાં 116 બેટ્સમેનને બોલ્ડ કર્યા છે. જો કે, અશ્વિને પુણે ટેસ્ટ મેચમાં નવો રેકોર્ડ સર્જ્યો છે. અશ્વિને 104 ટેસ્ટ મેચમાં 108 ક્રિકેટર્સને પેવેલિયન ભેગા કર્યા છે.ટેસ્ટ મેચમાં સૌથી વધુ 103 બેટ્સમેનને ક્લિન બોલ્ડ કરનારો પાંચમો ખેલાડી ફ્રેડ ટ્રુમેન છે. જેણે 127 ટેસ્ટ મેચમાં 103ને ક્લિન બોલ્ડ કર્યા છે. પુણે ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને 9 બેટ્સમેનને ક્લિન બોલ્ડ કરી નવો રેકોર્ડ સર્જ્યો છે.