IND vs ENG : રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ સામે 6 વિકેટ લઈને રચ્યો ઈતિહાસ, કુંબલેનો રેકોર્ડ તોડ્યો
ભાગવત ચંદ્રશેખરે ઇંગ્લેન્ડ સામે ભારત તરફથી સૌથી વધુ 95 વિકેટ ઝડપી છે
Image : Twitter |
Ravichandran Ashwin Breaks Anil Kumble’s Record : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 6 વિકેટ ઝડપી છે. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બની ગયો છે. તેણે પૂર્વ ભારતીય દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેનો રેકોર્ડ તોડી દીધો છે.
અશ્વિન મોટી સિદ્ધિ મેળવવાથી માત્ર 2 વિકેટ દૂર
અનિલ કુંબલેએ તેના કરિયરમાં ઇંગ્લેન્ડ સામે 92 વિકેટ ઝડપી હતી. જયારે અશ્વિને અત્યાર સુધી 94 વિકેટ લીધી છે. તે ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર તરીકેની સિદ્ધિ મેળવવાથી માત્ર 2 વિકેટ દૂર છે. હાલ આ રેકોર્ડ ભાગવત ચંદ્રશેખરના નામે છે. ચંદ્રશેખરે ઇંગ્લેન્ડ સામે ભારત તરફથી સૌથી વધુ 95 વિકેટ ઝડપી છે.
ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર
ભાગવત ચંદ્રશેખર - 95
રવિચંદ્રન અશ્વિન - 94
અનિલ કુંબલે - 92
બિશન સિંહ બેદી - 85
કપિલ દેવ - 85
ઇશાંત શર્મા - 67