Get The App

IND vs ENG: હવે 10 વિકેટ લેતા જ આ દિગ્ગજ બોલર રચશે ઈતિહાસ, અનિલ કુંબલેની કરશે બરાબરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
IND vs ENG: હવે 10 વિકેટ લેતા જ આ દિગ્ગજ બોલર રચશે ઈતિહાસ, અનિલ કુંબલેની કરશે બરાબરી 1 - image
Image: File Photo

Ravichandran Ashwin, IND vs ENG Test Series : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી 5 મેચની ટેસ્ટ સીરિઝ શરુ થવાની છે. આ સીરિઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ટીમની નજર ઘરઆંગણે સતત ત્રીજી સીરિઝ જીતવા પર રહેશે. બીજી તરફ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનની નજર અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી કરવા પર રહેશે. અશ્વિન 10 વિકેટ લેતા જ અનિલ કુંબલેના ખાસ ક્લબમાં સામેલ થઇ જશે.

અશ્વિન ખાસ સિદ્ધિ મેળવવાથી માત્ર 10 વિકેટ દૂર

રવિચંદ્રન અશ્વિનને આ ખાસ સિદ્ધિ મેળવવા માટે માત્ર 10 વિકેટની જરૂર છે. તેના નામે 95 ટેસ્ટ મેચમાં 490 વિકેટ છે. જો તે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરી લેશે તો તે દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે બાદ 500 વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બની જશે. અનિલ કુંબલેના નામે ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે.

કુંબલેના નામે 619 વિકેટ

અનિલ કુંબલેએ તેના શાનદાર ટેસ્ટ કરિયરની 132 મેચમાં 619 વિકેટ ઝડપી છે. જો કે અશ્વિનને આ રેકોર્ડ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે, પરંતુ આ સીરિઝમાં 500નો આંકડો પૂરો થતો જણાય છે. શક્ય છે કે અશ્વિન હૈદરાબાદમાં આ ખાસ રેકોર્ડ પૂરો કરી શકે. 

“તે આ સમયે સીરિઝ શરૂ થવાની રાહ જોઈ રહ્યો હશે” - ઝહિર ખાન

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહિર ખાને આ અંગે કહ્યું, “અશ્વિન આ રેકોર્ડ સુધી પહોંચવા માટે ઉત્સુક રહેશે કારણ કે આ પાંચ ટેસ્ટ મેચની સીરિઝ છે. આ સ્થિતિમાં તે સતત સારું પ્રદર્શન કરી શકે છે. તે ખરેખર આ સમયે સીરિઝ શરૂ થવાની રાહ જોઈ રહ્યો હશે અને 500 વિકેટ પૂરી કરવા માટે ઉત્સાહિત હશે. જો હું અશ્વિન હોત, તો હું આના પર ધ્યાન આપત.”

IND vs ENG: હવે 10 વિકેટ લેતા જ આ દિગ્ગજ બોલર રચશે ઈતિહાસ, અનિલ કુંબલેની કરશે બરાબરી 2 - image


Google NewsGoogle News