Get The App

'તે નવો છે પણ સારી કેપ્ટન્સી કરી રહ્યો છે...' ભારતીય ટીમના પૂર્વ કોચે ગિલના કર્યા ભરપૂર વખાણ

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
'તે નવો છે પણ સારી કેપ્ટન્સી કરી રહ્યો છે...' ભારતીય ટીમના પૂર્વ કોચે ગિલના કર્યા ભરપૂર વખાણ 1 - image
Image:IANS

Ravi Shastri On Shubman Gill’s Captaincy : IPL 2024 પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની ટીમ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો. જેથી GTએ યુવા ખેલાડી શુભમન ગિલને કેપ્ટનશિપ સોંપવી પડી હતી. ગિલે તેના નેતૃત્વ કૌશલ્યથી દરેકને પ્રભાવિત કર્યા અને પ્રથમ ત્રણમાંથી બે મેચ જીતી હતી. ચેન્નઈ સામે હાર્યા બાદ ગુજરાતે ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે જીત નોંધાવી હતી. શુભમ ગિલની નેતૃત્વ કૌશલ્યની ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પ્રશંસા કરી હતી. 

પૂર્વ ભારતીય કોચે કર્યા ગિલના વખાણ

ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ગઈકાલે રમાયેલી  મેચ દરમિયાન રવિ શાસ્ત્રીએ ગિલના વખાણ કરતા કહ્યું, "શુભમન ગિલ એક એવો ખેલાડી છે જેના વિશે હું વાત કરવા માંગુ છું. તે શાંત હતો. મને લાગે છે કે તેણે ટીમની કેપ્ટનશિપ ખૂબ સારી રીતે કરી છે. તે આમાં નવો છે, પરંતુ તમે જાણો છો કે તે ખૂબ જ સારી રીતે એડજસ્ટ થઈ રહ્યો છે, કારણ કે તેણે ફિલ્ડ પ્લેસિંગમાં સમય બગાડ્યો નહીં. તેના મનમાં શરૂઆતથી જ એક યોજના હતી અને તે જોઈને આનંદ થયો."

ગુજરાતનો 7 વિકેટે વિજય

મેચની વાત કરીએ તો SRHએ ગુજરાત સામે 163 રનનો ટાર્ગેટ મુક્યો હતો. જવાબમાં ગિલે 28 બોલમાં 36 રન બનાવી GTને એક સારી શરૂઆત આપી હતી. પરંતુ તેના આઉટ થયા બાદ ગુજરાત ટાઈટન્સે લય ગુમાવી અને ખૂબ જલ્દી વિકેટો ગુમાવી દીધી હતી. જેથી સનરાઈઝર્સે મેચમાં વાપસી કરી, પરંતુ સાઈ સુદર્શને 36 બોલમાં 45 રનની શાનદાર ઇનિંગ રમી ગુજરાત ટાઈટન્સને જીત અપાવી હતી.

'તે નવો છે પણ સારી કેપ્ટન્સી કરી રહ્યો છે...' ભારતીય ટીમના પૂર્વ કોચે ગિલના કર્યા ભરપૂર વખાણ 2 - image


Google NewsGoogle News