રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાના સમાચાર ખોટા', ખૂદ રતન ટાટાએ કરી સ્પષ્ટતા

અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાના સમાચાર ખોટા', ખૂદ રતન ટાટાએ કરી સ્પષ્ટતા 1 - image
Image:Social Media

World Cup 2023 : છેલ્લા કેટલાંક દિવસોથી સોશ્યલ મીડિયા પર એવા અહેવાલો વાયરલ થઇ રહ્યા છે કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાએ અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપ્યા છે. હવે રતન ટાટા(Ratan Tata Refuse Claims Of Reward For Rashid Khan)એ સ્વયં આ અંગે જાણકારી આપી છે. તેમણે આ સમાચારને તદ્દન ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે મારું ક્રિકેટ સાથે કોઈ સંબંધ નથી.

રતન ટાટાએ પોસ્ટ કરી વાયરલ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા

રતન ટાટાએ કહ્યું કે તેમના નામે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેમણે સલાહ આપતા કહ્યું કે કૃપા કરીને આવા વોટ્સએપ ફોરવર્ડ્સ અને વીડિયોઝ પર બિલકુલ વિશ્વાસ ન કરો જ્યાં સુધી તે મારા ઓફિશિયલ પ્લેટફોર્મ એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં ન આવે. રતન ટાટાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, 'મેં ક્યારેય ICC કે કોઈપણ ક્રિકેટ ફેકલ્ટીને કોઈ ખેલાડીને દંડ કે ઈનામ આપવા અંગે કોઈ સૂચન આપ્યું નથી. ક્રિકેટ સાથે મારો કોઈ સંબંધ નથી. આવા વાયરલ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે.'

ICCએ રાશિદ ખાનને 55 લાખનો દંડ ફટકાર્યો?

પાકિસ્તાન સામે જીત બાદ રાશિદ ખાન ખભા પર અફઘાનિસ્તાનનો ઝંડો લઈને જીતની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાનની જીત બાદથી આ સમાચાર સોશ્યલ મીડિયા અપર વાયરલ થયા હતા. એક તરફ જ્યાં સોશ્યલ મીડિયા પર રતન ટાટા તરફથી રાશિદ ખાનને 10 કરોડના ઇનામના સમાચાર વાયરલ થઇ રહ્યા હતા તો બીજી તરફ એવી અફવા પણ ફેલાઈ હતી કે ICCએ રાશિદ પર ઝંડો ખભા પર લઈને ઉજવણી કરવા બદલ 55 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો કે હજુ સુધી આની કોઈ પુષ્ટિ થઇ નથી.

રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાના સમાચાર ખોટા', ખૂદ રતન ટાટાએ કરી સ્પષ્ટતા 2 - image


Google NewsGoogle News