અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ રાશિદ ખાનને આવી ભારતની યાદ, રોહિત શર્મા સાથેની પોસ્ટ થઈ વાયરલ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ રાશિદ ખાનને આવી ભારતની યાદ, રોહિત શર્મા સાથેની પોસ્ટ થઈ વાયરલ 1 - image
Image Social Media

Rashid Khan Social Media Post Viral: T20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટી જીત મેળવી છે. અફઘાનિસ્તાને મંગળવારે વરસાદથી પ્રભાવિત સુપર-8 મેચમાં બાંગ્લાદેશ સામે ઓછા સ્કોરિંગ પરંતુ રોમાંચક 8 રને જીત મેળવીને પહેલીવાર T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ મેચના એક દિવસ પહેલા જ ભારતે સોમવારે ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. પોઈન્ટ ટેબલના સમીકરણ પર નજર કરીએ તો અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ઘણી મહત્ત્વની હતી. 

ઓસ્ટ્રેલિયા આ મેચમાં બાંગ્લાદેશની જીત માટે પ્રાર્થના કરી રહ્યું હતું. જો આમ થયું હોત તો ગ્રુપ-1માંથી બીજી સેમી ફાઇનલિસ્ટ ટીમ નેટ રન રેટના આધારે નક્કી કરવામાં આવત. જ્યાં ઓસ્ટ્રેલિયાને વધુ તક મળી શકતી હતી, પરંતુ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સીધું જ સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

રાશિદ ખાનની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ 

અફઘાનિસ્તાને સુપર-8માં બાંગ્લાદેશને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી દીધી છે. અફઘાનિસ્તાન ટીમ દ્વારા આ વર્લ્ડ કપમાં  ધમાકેદાર પ્રદર્શનની પ્રશંશા સમગ્ર ક્રિકેટ જગતમાં જોવા મળી રહી છે. વિશ્વ ક્રિકેટના ઘણા દિગ્ગજોએ અફઘાનિસ્તાન ટીમના આ ઐતિહાસિક પ્રદર્શનને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે. આ દરમિયાન, અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન રાશિદ ખાન ટીમ સેમિફાઇનલમાં પહોંચ્યા પછી ખુશી વ્યક્ત કરી, પરંતુ આ બધા વચ્ચે રાશિદ ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રાશિદ ખાને ઈન્ટાગ્રામ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સાથેની એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું, "બમ્બઈ સે આયા મેરા દોસ્ત", રાશિદ ખાનનો ભારત અને ભારતીય ટીમ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી, અને કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સાથે તેમની મિત્રતા જોવા મળી રહી છે. 


Google NewsGoogle News