VIDEO: રાશિદની અંદરનો 'ધોની' જાગ્યો, હેલિકોપ્ટર શોટ જોઈ તમે પણ કહેશો- વાહ દોસ્ત!
Rashid Khan Shpageeza Cricket League: અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી રાશિદ ખાન વિશ્વનો નંબર વન લેગ સ્પિનર છે જ તેમજ જબરદસ્ત પાવર હિટર પણ છે. તે લોઅર ઓર્ડરમાં એટલી મોટી સિક્સર ફટકારે છે કે તે જોઇને ધોનીનો હેલિકોપ્ટર શોટ યાદ આવી જાય. જો કે IPLમાં રાશિદનું આ રૂપ ઘણી વખત જોવા મળ્યું છે. જયારે હવે અફઘાનિસ્તાનમાં રમાઈ રહેલી શ્પાગીઝા ક્રિકેટ લીગમાં પણ તેની આ તુફાની બેટિંગ જોવા મળી હતી.
શ્પાગીઝા ક્રિકેટ લીગમાં રાશિદની તુફાની બેટિંગ
ધ સ્પિન ઔર ટાઈગર્સની કેપ્ટનશીપ કરી રહેલા રાશિદ ખાને 26 બોલમાં 53 રન બનાવીને ટૂર્નામેન્ટની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી, જો કે તેમ છતાં ટીમ જીતી ન હતી. પરતું રાશિદની બેટિંગ સામે શાર્ક્સની ટીમના બોલરો લાચાર દેખાતા હતા. આ મેચમાં રાશિદ ખાને એક પછી એક અનેક સિક્સર ફટકારી હતી, જે જોઈને ચાહકો પણ દંગ રહી ગયા હતા. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રાશિદ ખાને કર્યો રેકોર્ડ બ્રેક
અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ શ્પાગીઝા ક્રિકેટ લીગમાં 26 બોલમાં 53 રન બનાવીને સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે તેના શાનદાર પ્રદર્શન છતાં પણ કાબુલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાશિદની ટીમને આમો શાર્ક સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: BCCIને લાગ્યો જેકપોટ, જુઓ IPL 2023થી કેટલી થઈ કમાણી, આંકડા પર વિશ્વાસ નહીં થાય!
રાશિદે કરી શાનદાર બેટિંગ
રાશિદે મેચમાં પોતાની સિક્સર વડે દર્શકોને વાહ વાહ લૂંટી હતી, જેમાં તેણે કેટલાક ખાસ શોટ્સનો ઉપયોગ કર્યો હતો. વાયરલ વીડિયોમાં રાશિદ ખાન ટ્રેન્ડી 'નો-લુક' સિક્સર, ક્લાસિક 'હેલિકોપ્ટર શોટ' ફટકારીને સ્ટેડિયમની ચારે બાજુ બોલને ફટકારીને 26 બોલમાં 53 રન બનાવ્યા હતા.