Video: રાશિદ ખાને રાજસ્થાનના મોં માંથી છીનવી જીત, ગુજરાતનો છેલ્લા બોલે રોમાંચક વિજય
Rashid Khan RR vs GT IPL 2024: ગુજરાતને જીતવા છેલ્લી ઓવરમાં 15 રનની જરુર હતી, ત્યારે અવેશની બોલિંગમાં રાશિદે પહેલા બોલે ચોગ્ગો ફટકાર્યા બાદ બે રન લીધા હતા અને ત્રીજા બોલ ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલે તેણે સિંગલ લીધો હતો. પાંચમા બોલ પર બે રન પુરા કરીને ત્રીજો રન લેવા જતા તેવટિયા રનઆઉટ થયો હતો. આખરી બોલ પર રાશિદે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.
ત્રણ વિકેટથી દિલધડક જીત હાંસલ કરી
રાશિદ ખાને અવેશે નાંખેલી મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર વિજયી ચોગ્ગો ફટકારતાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સ સામેની આઇપીએલ ટી- 20માં ત્રણ વિકેટથી દિલધડક જીત હાંસલ કરી હતી. જીતવા માટેના 197ના ટાર્ગેટનો સુધી પહોંચવા ઉતરેલા ગુજરાતે 7 વિકેટે 199નો સ્કોર કર્યો હતો. ગુજરાતને છેલ્લા બોલ પર જીતવા બે રનની જરુર હતી, ત્યારે રાશિદે (11 બોલમાં 244) વિજયી યોગ્ગો ફટકાર્યો હતો.
RASHID KHAN PUTS A HALT ON RR'S WINNING STREAK 🔥🔥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EdbdG9dG8o
— JioCinema (@JioCinema) April 10, 2024
રાશિદે વિજયી ચોગ્ગો ફટકાર્યો
ગુજરાતને જીતવા માટે છેલ્લા 12 બોલમાં 35 રનની જરૂર હતી. ત્યારે કુલદીપ સેને નાંખેલી ઈનિંગની 19મી ઓવરમાં ગુજરાતે 20 ૨ન લીધા હતા. તેણે આ ઓવરમાં બે વાઈડ નાંખ્યા હતા અને નોબોલ પર ચોગ્ગો પણ આપ્યો હતો. આ પછી આખરી ઓવરમા ગુજરાતને જીતવા 15 રનની જરુર હતી, ત્યારે શરૂઆતના ચાર બોલ પર 11 રન નોંધાયા હતા. પાંચમા બોલે તેવટિયા બે રન પુરા કરીને ત્રીજો રન લેવા જતાં રનઆઉટ થયો હતો. જેના કારણે આખરી બોલ પર બે રનની જરુર હતી અને રાશિદે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.
ગુજરાત ટાઇટન્સને અપાવ્યો વિજય
અવેશ છેલ્લો બોલ ફેંકતાની સાથે જ રશીદે જગ્યા બનાવી અને ફોર ઓવર પોઇન્ટ ફટકારીને ગુજરાત ટાઇટન્સને અદભૂત વિજય અપાવ્યો. રાશિદે કહ્યું કે, જ્યાં સુધી તે ક્રિઝ પર છે ત્યાં સુધી બધું શક્ય છે. આ મેચમાં રાશિદે 11 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અણનમ 24 રન બનાવ્યા હતા. રાહુલ તેવટિયાએ પણ બીજા છેડેથી સારી બેટિંગ કરી હતી. તેણે 11 બોલમાં 22 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સે આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી.